શોધખોળ કરો

Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threat: અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનને ઈ-મેઈલ મારફતે આ ધમકી મળી હતી. ઈ-મેઈલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
  • ઈ-મેઈલથી સ્વર્ણિમ સંકુલ, CMO સહિત ઘણી જગ્યા નિશાન.
  • ધમકી મળતા પોલીસ, BDDS એલર્ટ, કચેરીઓ ખાલી કરાવાઈ.
  • સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોતની તપાસ ચાલુ.

Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1, RSS ભવન, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી સહિત વિવિધ સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. ધમકી બાદ સંબંધિત કચેરીઓમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનને ઈ-મેઈલ મારફતે આ ધમકી મળી હતી. ઈ-મેઈલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તે સિવાય RSS ભવનને સાંજે 5:10 વાગ્યે, મુખ્યમંત્રીની કચેરીને રાત્રે 11 વાગ્યે અને AMCની મુખ્ય કચેરીને બપોરે 3 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરની અન્ય સરકારી કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યા ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી છે. અમદાવાદની AMC ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખાલી કરાવાઈ હતી. AMC કચેરીના તમામ વિભાગની કચેરીને ખાલી કરી દેવાઈ હતી. BDDSની ટીમ અને ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. મેયર. ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટી ચેરમેન બહાર દોડી આવ્યા હતા. શાસક પક્ષના નેતા, દંડક સહિત મુખ્ય ઓફિસનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. 

ધમકી મળતા જ દાણાપીઠ ખાતે આવેલી AMCની કચેરી સહિત વિવિધ સ્થળોએ BDDSની ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે કચેરીઓ ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ કરવા માટે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભાવનાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહી છે.

Frequently Asked Questions

અમદાવાદ અને ગાંધીનગરમાં કઈ ઘટના બની હતી?

અમદાવાદ અને ગાંધીનગરની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેના કારણે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.

કઈ કઈ સરકારી કચેરીઓને ધમકી મળી હતી?

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1, RSS ભવન, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિતની વિવિધ સરકારી કચેરીઓને નિશાન બનાવવાની ધમકી મળી હતી.

આ ધમકીભર્યા ઈ-મેઈલ કોના નામે મોકલવામાં આવ્યા હતા?

આ ધમકીભર્યા ઈ-મેઈલ 'ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામથી જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસ સાયબર ક્રાઈમ ટીમની મદદથી તપાસ કરી રહી છે.

ધમકી મળ્યા બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી?

ધમકી મળતા જ સંબંધિત કચેરીઓમાં સુરક્ષા ગોઠવવામાં આવી અને AMC જેવી કચેરીઓ ખાલી કરાવાઈ હતી. BDDSની ટીમ અને ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget