શોધખોળ કરો

મોદી સરકારે ખાતરના ભાવ વધારા મુદ્દે લગાવી ગુલાંટ, જાણો, મનસુખ માંડવીયાએ શું કર્યું એલાન?

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં નહિ આવે. તાજેતરમાં ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. જુના ભાવે જે ખાતર મળતુ હતુ તે જ ભાવે મળશે. 

ગાંધીનગરઃ ચાલુ વર્ષે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યા બાદ હવે ધરતીપુત્રોને (Farmers) વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ઈફ્કો (IFFCO) દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી ખાતર કંપની ઈફ્કોએ વિશ્વબજારમાં કાચામાલ અને તૈયાર ખાતરના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં બિન યુરિયા ફર્ટિલાઇઝરના ભાવ વધાર્યા છે. જોકે, ભાવ વધારો કર્યા પછી મોદી સરકારે ખાતરના ભાવ મુદ્દે ફરી એકવાર ગુલાંટ લગાવી છે. 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં નહિ આવે. તાજેતરમાં ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. જુના ભાવે જે ખાતર મળતુ હતુ તે જ ભાવે મળશે. 

કયા ખાતરમાં કેટલો થયો હતો વધારો?

ઇફ્કો કંપનીએ ડાઇ અમોનિયા ફોસ્ફેટ (ડીએપી) સહિત કોમ્પલેક્સ ફર્ટિલાઇઝરના ભાવમાં તોતિંગ વધારો કર્યો હતો. ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને  એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  ભાવ વધારા બાદ ડીએપી ખાતરની બેગનો ભાવ 1900 રૂપિયા , એનપીકે 12:32:16 ખાતરની બેગનો ભાવ 1800, એનપીકે 10:26:26 ખાતરની બેગનો ભાવ 1175 થયો છે. જ્યારે એએસપી ખાતરની બેગનો ભાવ 1350 રૂપિયા થયો છે. જોકે, હવે આ નવો ભાવ લાગું નહીં પડે. જૂના ભાવે જ ખાતર મળશે. 

ખેડૂતો પર વધશે ભારણ

આ  ખાતરો જમીનને માત્ર પોષક તત્વો જ નહીં પણ પાકની વૃદ્ધિમાં વધારો કરતાં હોવાથી ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદ્યા વગર છૂટકો નથી. એક તરફ સરકારના બજેટમાં દર વર્ષે ખાતરમાં સબસીડી આપવાની મોટી જાહેરાતો થાય છે ત્યારે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો થતાં ખેડૂતોના માથે આર્થિક ભારણ વધ્યું છે. 

કોંગ્રેસે શું કર્યો આક્ષેપ

ઇફ્કો દ્વારા ભાવ વધારવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ખેડૂતોનો કંપની પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.

કેટલો ભાવ વધારો થયો 

ખાતર

જૂનો ભાવ (રૂ.)

નવો ભાવ (રૂ.)

ડીએપી

1200

1900

એએસપી

975

1350

એનપીકે 12:32:16

1185

1800

એનપીકે 10:26:26

1175

1775

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget