શોધખોળ કરો

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

છેલ્લા એક અઠવાડિયામાં જ 18 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે. જ્યારે 57 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Chandipura Virus Cases in Gujarat: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 66 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 18 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે. જ્યારે 57 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અત્યારસુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, ખેડા, મહીસાગર,  સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 2, રાજકોટ, મોરબી 4, અમદાવાદ કોર્પોરેશનમાં 6, પંચમહાલમાં 7, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર, ગીર સોમનાથ અને પાટણમાં એક-એકનું  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું છે.

કુલ પોઝિટિવ કેસ વધીને 57 થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડા- કચ્છમાં 4, અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, રાજકોટ, દાહોદમાંથી 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ શંકાસ્પદ કેસનો આંક વધીને 156 થયો છે.  

ચાંદીપુરા વાયરસ શું છે ?

ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.

જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.

ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?

ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?

સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Embed widget