શોધખોળ કરો

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એક્શન મોડમાં, રાજ્યમાં NDRFની 15, SDRFની 11 કંપનીનું ડિપ્લોયમેન્ટ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ - સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી છે. તેમણે આ માટે NDRF સાથે જરૂરી સંકલન માટે મહેસુલ અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવીને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિભાગોના વરિષ્ઠ સચિવોને જણાવ્યું કે, ચોમાસા દરમિયાન જે દુરસ્તી કામ યુદ્ધના ધોરણે હાથ ધરીને જનજીવન પૂર્વવત કરવામાં આવે તે વિષયને સોશિયલ મીડિયા, મીડિયા દ્વારા સકારાત્મક રીતે લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.  મુખ્ય સચિવ પંકજ જોષી તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વિભાગોના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સિંચાઈ અને જળ સંપત્તિ, પાણી પુરવઠો, ઉર્જા, અન્ન નાગરિક પુરવઠો, માર્ગ મકાન, આરોગ્ય સહિતના પ્રજાજીવન સાથે સીધા સંકળાયેલા વિભાગો દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટિઝ આયોજનની છણાવટ કરવામાં આવી હતી.

રાજ્યમાં શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોમ્યુનિટી પાર્ટીશીપેશન વધારવા સાથે મોકડ્રીલ અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જી.એસ.ડી.એમ.એ. દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ હેતુસર ૯ હજાર જેટલા આપદા મિત્રોને બચાવ રાહતની સઘન તાલીમ આપવાનું પણ આયોજન છે. મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે હાઇવે - માર્ગોને નુકસાન થાય તો તાકીદે રીપેરીંગ કરવા સાથે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના નાના પુલ - કોઝ-વેનું ૯૦ ટકા પ્રિ- મોનસુન ઇન્સ્પેક્શન થઈ ગયું છે તેમ આ બેઠકમાં માર્ગ મકાન સચિવે જણાવ્યું હતું.

વરસાદી સ્થિતિમાં વીજ પુરવઠાને અસર પડે તો તાત્કાલિક તે પૂર્વવત થાય એ માટે ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો અને મેનપાવરથી સુસજ્જ છે તેમ ઊર્જાના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું. મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે તેમજ દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ તેમને સાધન-સામગ્રી કે અન્ય મદદ મળે તે જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા. રાજ્ય સરકારના વિભાગો ઉપરાંત કેન્દ્રીય હવામાન વિભાગ, NDRF. કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ બેઠકમાં સહભાગી થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget