શોધખોળ કરો

Gandhinagar: ચિલોડા પોલીસે રાજસ્થાન પાસિંગની એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો દારૂ

છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો.

Gandhinagar News: પોલીસથી બચવા દારૂની ખેપિયા અવનવા કિમીયા અજમાવતા હોય છે, પરંતુ તેમ છતાં ઘણી વખત સફળ નથી થતા હોતા. ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. ચિલોડા હિંમતનગર હાઇવે પર છાલા ગામ નજીક આવેલી હોટેલ પરથી દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાન પાસિંગની બંધ એમ્યુલન્સ વાનના  ચેકિંગમાં ચિલોડા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો. સ્વતંત્રતા દિવસને લઈ હોટેલ અને ઢાબા ચેકીંગ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો હતો.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.  34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ  અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

વડોદરા જિલ્લાના કરજણ  હાઇવે પર એક હોટલના પાર્કિગમાં ઊભી રહેલી ટ્રકમાંથી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલનો સ્ટાફ કરજણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર માંગલેજ ગામ પાસે મહાદેવ આઇમાતા હોટલના પાર્કિગમાં મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં તપાસ કરતાં તેમાં બે શખ્સો મળ્યા હતાં. પોલીસે બંનેના નામ પૂછતાં ડ્રાઇવર ઇરફાન ભાભાસાહેબ મુલ્લા (રહે.રેટ્ટી, તા.કરાડ, કોલ્હાપુર રોડ, મહારાષ્ટ્ર) અને બાગબાન તોસીફ રસીદ (રહે.સૈયદનગર, હડપસર, પુણે) જણાવ્યું હતું.

પોલીસે ટ્રકમાં તપાસ કરતાં દારૂ અને બીયરની 11820 બોટલ અને ટીન મળ્યા  હતાં. પોલીસે દારૂ અને બીયરનો જથ્થો, ટ્રક, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 32.01 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા શખ્સ બાગબાનના જીજાજી મીરગુલાબે બંનેને એમઆઇડીસીરોડ, નવી મુંબઇ ખાતેની એક હોટલ પર બોલાવીને દારૂ ભરેલી ટ્રક આપી હતી તેમજ એક્સેસ ટુ વ્હીલર લઇને આવેલો એક શખ્સ બિલ્ટી આપી ગયો હતો. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા તેની તપાસ શિનોર પોલીસને સોંપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget