શોધખોળ કરો
Advertisement
મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે રૂપાણીએ કરાવવો પડ્યો કોરોનાનો ટેસ્ટ, બીજા કોને ટેસ્ટ પછી જ મળી જવાની મંજૂરી ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવ્યો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બંનેના એન્ટીજન અને RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
ગાંધીનગરઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવ્યો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બંનેના એન્ટીજન અને RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા જતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે. પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થિમની પણ મુલાકાત લેશે. અહીં કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે. કચ્છનાં ગામડા, ભૂંગા અને તેની થિમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન બપોરે સફેદ રણ ખાતેથીજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ સીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજનઅંગેની તૈયાર કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં કચ્છી સમોસા, દાબેલી, મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે થાળીમાં પીરસાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement