ગાંધીનગરમાં કૉંગ્રેસના મહિલા નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દિવસ પર જ પોલીસે અત્યાચાર કર્યાનો આક્ષેપ
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કૉંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિર સહિત ઘણી મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અટકાયત બાદ મહિલાઓને એસપી ઓફિસ લઈ જવામાં આવી છે. ગાંધીનગર એસપી કચેરીમાં કૉંગેસના નેતાઓ અને ધારાસભ્યોએ ધરણા કર્યા છે. પુરુષ પોલીસે મહિલા કાર્યકર્તાઓ પર હાથ ઉપાડ્યો હોવાનો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે. મહિલા દિવસ પર જ પોલીસે મહિલા પર અત્યાર કર્યાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવ કરવા જતા પોલીસ દ્વારા તમેને અટકાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
જગદીશ ઠાકોરે પોલીસ અધિકારી મયુર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું, અધિકારી મયુર ચાવડાએ અપશબ્દો કહ્યા છે. ગાંધીનગર પોલીસે જેટલા કેસ કરવા હોય તેટલા કરે અમે ડરવાના નથી. જગદીશ ઠાકોરે એસપી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.
સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા સેવાદળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સેવાદળનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સહિત સેવાદળની મહિલા કાર્યકર્તા દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા.આ દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી.
'મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો', કયા મહિલા ધારાસભ્યે કર્યું સ્ફોટક નિવેદન?
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકાર નિષ્ફળ છે. ગૃહ રાજ્યમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મહિલા પર અત્યાચાર ગુજરાતમાં આવ્યો.
તેમણે કહ્યું કે, પોલીસ અને સરકાર આપણને મદદ કરે કે ના આપે. મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો. કેટલા કેસ કરશે. મહિલાના સન્માન માટે આવું કરવામાં હું ખોટું માનતી નથી. મહિલાની સુરક્ષા અને અધિકારની લડાઈમાં હું મદદ કરીશ.