શોધખોળ કરો
Advertisement
ભાજપ કાર્યાલય કમલમમાં કોને કોરોના થતાં મંત્રીઓને લાગ્યો ડર? જાણો શું લીધો નિર્ણય?
કમલમના કાર્યાલય મંત્રીને કોરોના થતાં મંત્રીઓએ કમલમમાં આવવાનું ટાળ્યું હતું અને વેબકેમથી કાર્યકરોની રજૂઆત સાંભળી હતી. કોરોનાને કારણે કમલમમાં ફફડાટ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે મંત્રીઓને પણ કમલમમાં જતા ડર લાગવા માંડ્યો છે, જેને કારણે હવે તેઓ કમલમમાં જવાનું ટાળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ભાજપના નારાજ કાર્યકરોને ખુશ કરવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો હતો.
કમલમના કાર્યાલય મંત્રીને કોરોના થતાં મંત્રીઓએ કમલમમાં આવવાનું ટાળ્યું હતું અને વેબકેમથી કાર્યકરોની રજૂઆત સાંભળી હતી. કોરોનાને કારણે કમલમમાં ફફડાટ છે. જોકે, કમલમ પર ભાજપના કાર્યકરોની ભીડ યથાવત છે.
નોંધનીય છે કે, સરકારના તમામ મંત્રીઓ વારાફરતી સોમવાર અને મંગળવારે કમલમ ખાતે બેસે તેવો આદેશ કરાયો હતો પણ હવે સરકારના હવે માત્ર બે મંત્રીઓને કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા જવાબદારી અપાઇ છે. ગુજરાતના જાણીતા અખબારમાં કરાયેલા દાવા પ્રમાણે હાલ પૂરતી તમામ મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે. હવે કૌશિક પટેલ અને જયદ્રથસિંહ એ બે મંત્રી જ કમલમ ખાતે બેસીને કાર્યકરોની રજૂઆતો સાંભળશે. એ પછી આ રજૂઆતોને સંબધિત મંત્રાલય સુધી પહોંચાડાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion