શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ IAS અધિકારીએ યુવતી બ્લેકમેઇલ કરતી હોવાની નોંધાવી ફરિયાદ , જાણો વિગત
તો સામે યુવતીએ પણ દહિયા વિરુદ્ધ દિલ્હી વુમન સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરઃ IAS અધિકારી ગૌરવ દહિયા એ ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં દિલ્હીની યુવતી બ્લેકમેઇલ કરતી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. આઇએએસ અધિકારી દહિયાએ યુવતી પર ખોટી રીતે ફસાવવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તો સામે યુવતીએ પણ દહિયા વિરુદ્ધ દિલ્હી વુમન સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી જાણકારી અનુસાર, IAS ગૌરવ દહિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, યુવતી ફેસબુક અને ટ્વિટરમાં જે ફોટા ટ્વિટ કર્યા છે તેને મોર્ફ કરેલા છે. એક વર્ષથી આ યુવતી તેમને હેરાન કરી રહી છે. દહિયાએ દાવો કર્યો હતો કે યુવતી સાથે તેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઇ હતી ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. પોતે પરણિત હોવા છતાં યુવતીએ સંબંધ રાખવા માટે દબાણ કર્યુ હતું.
દહિયાએ આક્ષેપ કર્યો હતો કે યુવતીએ તેને બ્લેકમેઇલ કરી અને તેમના ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ અંગે ગાંધીનગર DySP એમ.કે રાણાએ કહ્યું કે, યુવતી હેરાન કરતી હોવાની ફરિયાદ દહિયાએ નોંધાવી છે. પત્ની સાથે સંબંધો ખરાબ કરાવી ડિવોર્સ પણ લેવડાવ્યા હોવાનું ફરિયાદમાં કહ્યું કે, હાલમાં આ અરજી પર તપાસ ચાલી રહી છે. યુવતીએ દિલ્હીમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે, તેના અને ગૌરવના લગ્ન થઇ ગયા છે. યુવતીએ કહ્યું કે, તેમને એક પુત્રી પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement