શોધખોળ કરો

આજે મોદીનું માર્ગદર્શન મેળવીને રૂપાણી સરકાર રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુ લાદવાની જાહેરાત કરશે ? નીતિન પટેલે શું કહ્યું ?

રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લેશે એવી રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી છે. આ કારણે ગુજરાતમાં ફરી લોકડાઉન કે કરફ્યુ લદાશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થઈ ગયા છે. યોગાનુયોગ નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ આવવાના હોવાથી એવી વાતો પણ વહેતી થઈ હતી કે, મોદીનું માર્ગદર્શન મેળવીને રાજ્યમાં લોકડાઉન લાદવાનો કે કરફ્યુ લાદવાનો નિર્ણય લેશે અને શનિવારે સાંજે જેની જાહેરાત કરાશે. જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મોડી સાંજે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી કે કરફ્યુ પણ લાદવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા નહીં થાય. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારે રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે. આ ખાતરી પછી હોઈકોર્ટે પણ સવાલ કર્યો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો શું કાર્યાવાહી કરશો ? સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે કડકાઈથી કામગીરી કરવાની જરૂર છે ટકોર પણ કરી હતી. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget