શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 સાંસદોને લાગ્યો કોરોનાનો ચેપ, કોણ કોણ બન્યા કોરોનાનો ભોગ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9 સાંસદો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 5 લોકસભાના અને 4 રાજ્યસભાના સાંસદો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી ટાણે જ ફરીથી કોરોનાએ ઉથલો મારતાં સરકાર ચિંતિત બની છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં ધારાસભ્યો અને સાંસદોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9 સાંસદો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 5 લોકસભાના અને 4 રાજ્યસભાના સાંસદો છે.
લોકસભાના સાંસદોની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, અમદાવાદના બંને સાંસદો કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
આ ઉપરાંત રાજ્યસભાના સાંસદોની વાત કરીએ તો નરહરિ અમીન, અભય ભારદ્વાજ, અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ કોરોનાની સારવાર પછી ફેફસાની તકલીફ થતાં ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, તેમની તબિયત સારી હોવાના સમાચાર તાજેતરમાં જ આવ્યા હતા અને તેમને ગમે ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાય તેવું જણાવાયું હતું.
તેમજ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની શુક્રવારે રાતે કોરોનાની સારવાર પછી તબિયત બગડતા તેમને દિલ્લીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેની સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion