(Source: ECI/ABP News/ABP Majha)
Kalol : ખાત્રજમાં વેસ્ટેજ વોટર ટેન્ક સાફ કરવા ઉતરેલા પાંચ લોકોના મોત
ખાત્રજમાં કેમિકલ કંપનીના વેસ્ટેજ વોટર ટેંક સાફ કરવા નીચે ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઝેરી ગેસની અસરના કારણે પાંચ મજૂરોના મોત નીપજ્યા છે.
કલોલઃ કલોલના ખાત્રજમાં કેમિકલ કંપનીના વેસ્ટેજ વોટર ટેંક સાફ કરવા નીચે ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વેસ્ટેજ વોટરની ટેંકમાં ઝેરી ગેસની અસરના કારણે પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના ગુંગણામણથી મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ટુટ્ટસ્ટન ફાર્મા કંપનીમાં બની છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ટેંકમાં શોટ લાગવાથી મોત નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાંચ મૃતકોના નામ
1 અનીસ નિગમ, ઉંમર 24
સમસાબદ, ફતેહાબાદ, આગ્રા, ઉત્તર પ્રદેશ
2 રાજન નિગમ ઉંમર 30
સમસાબદ, ફતેહાબાદ, આગ્રા, ઉત્તર પ્રદેશ
3 દેવેન્દ્ર બેસન ઉંમર 28
સમસાબદ, ફતેહાબાદ, આગ્રા, ઉત્તર પ્રદેશ
4 વિનય રાજકુમાર કબિરદાસ ઉંમર 30
5 સુશીલ રામપ્રકાશ ગુપ્તા ઉંમર 26
સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, ફાર્મા કંપનીમાં અજુગતું બન્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી હું તપાસ કરવા માટે આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે, વોટર ટેન્ક એક યુવક ટેન્કમાં કામ કરતો હતો. તે પડી જતાં અન્ય યુવકો તેને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી.
મૃતકોના નામ વિનય કુમાર, સુશીલભાઈ, દેવેન્દ્ર કુમાર, અનીશ કુમાર અને રાજન કુમાર છે. આટલી મોટી દુર્ઘટના છતા કંપનીમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. ટુટ્ટસ્ટન ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની છે. સેફ્ટીના સાધનોના અભાવે આ મોટી દુર્ઘટના ઘટી છે.
માહિતી પ્રમાણે, કલોલ નજીકના ખાત્રાજમાં એક કેમિકલ કંપનીમાં કામ કરતા પાંચ મજૂરોના મોત થયા હતા. આ મજૂરો કંપનીન વેસ્ટેજ વૉટર ટેન્ક સાફ કરવા નીચે ઉતર્યા હતા. ટેન્કમાં ઝેરી ગેસની અસર હોવાથી મજૂરોને અસર થઇ હતી. હાલ આ પાંચેય મજૂરોના મૃતદેહોને બહાર કઢાયા છે.
એબીપી અસ્મિતાના સવાલ
શું મજૂરોને કોઈ સેફ્ટી વગર જ ટેંકની સફાઇ માટે ઉતારાયા હતા?
પાંચેય મજૂરોના મોત માટે જવાબદાર કોણ ?
વારંવાર આવી ઘટના બને છે તેમ છતા કેમ નથી થતી કાર્રવાઇ ?
શું ફાર્મ કંપનીના માલિક સામે કાર્રવાઈ થશે કે અગાઉની જેમ તપાસના આદેશ આપી સંતોષ મનાશે ?
શું ફાર્મા કંપનીમાં મજૂરો માટે સેફ્ટીની કોઈ સુવિધા જ નહોતી ?
શું આવી જોખમી કંપનીઓમાં સેફ્ટી ઓડિટની કામગીરી થાય છે ?