શોધખોળ કરો
Advertisement
ભાજપમાં સામેલ થયા બાદ જાણીતા લોકસાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ શું કર્યો મોટો ધડાકો, જાણો વિગત
આજે કેટલાક વધુ લોક સાહિત્યકારો અને લોકકલાકારોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ગાંધીનગર: ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા, ઐશ્વર્યા મજમૂદાર, કિંજલ દવે, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારો થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાયા હતા. કમલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સદસ્ય અભિયાન હેઠળ આજે તેઓ ભાજપમાં જોડાયા હતા. જે બાદ આજે કેટલાક વધુ લોક સાહિત્યકારો અને લોકકલાકારોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આજે જાણીતા લોકસાહિત્યકાર ઘનશ્યામ લાખાણી, સુખદેવ ધામલીયા, સિંગર ઉર્વશી રાદડીયા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, હિતેશ અંટાળા, સંજય સોજીત્રા, અલ્પેશ પટેલ ભાજપમાં સામેલ થયા હતા. કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં આ લોકો ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં સામેલ થયા બાદ લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સુરત બેઠક પરથી પોતાના દાવેદારી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, મેં ટિકિટ નહોતી માંગી પરંતુ મને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે તમને ટિકિટ આપવામાં આવશે. જે બાદ તેમણે મર્સિડીઝ અને નેના કારની સ્પીડનું ઉદાહરણ આપ્યું અને કહ્યું અમે કલા જગતના જીવ છીએ. કોઈ કહે તો ના ન પાડી શકે. ભાજપમાં સેવાના અર્થે જ જોડાયા છીએ. હવે આ જે ખેસ છે તે સાચો છે. હું વૃક્ષારોપણ કરવા ગયો ત્યારે પરાણે કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો અને જાહેરાત કરી દીધી હતી કે હું કોંગ્રેસમાં જોડાયો છું.
ઘનશ્યામ લાખાણીએ સુરત લોકસભાની કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. લોકસભાની ચૂંટણીમાં લાખાણીએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. પરંતુ ટિકિટ ન મળતા ઘનશ્યામ લાખાણી નારાજ હતા. જિયો ફાયબરની જાહેરાત કરતાં જ મુકેશ અંબાણી થયા માલામાલ, એક જ દિવસમાં સંપત્તિ 12% વધી રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરીLive: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghani https://t.co/mqcReRRavR
— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement