Shankersinh Vaghela: રૂપાલા વિવાદની વચ્ચે શંકરસિંહ વાઘેલાએ બોલાવી પત્રકાર પરિષદ, ક્ષત્રિય સમાજને ઉદ્દેશી કરી શકે છે મોટી જાહેરાત
રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટીકટી જેવી સ્થિતિ પેદા થઇ છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર દેખાઇ રહી છે
Former Gujarat CM Shankersinh Vaghela: રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટીકટી જેવી સ્થિતિ પેદા થઇ છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર દેખાઇ રહી છે, ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર અચાનક મેદાનમાં આવ્યા છે, શંકરસિંહ વાઘેલા આજે સવારે 11 વાગે એક પ્રેસ કૉન્ફરન્સ કરવાના છે, જેમાં કોઇ મોટી જાહેરાતના સંકેત મળી રહ્યાં છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ રાજકોટ અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારોને લઇને અટવાયુ છે, આંતરિક વિખવાદ અને કાર્યકરો જ પક્ષની વિરૂદ્ધમા ઉભા થયા છે. સાંબરકાંઠામાં શોભના બારૈયાના વિરોધમાં કાર્યકરો છે, તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ બોલાવી છે, આજે સવારે 11 વાગે શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદમાંને સંબોધશે, સુત્રો અનુસાર, પૂર્વ સીએમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને કોઇ જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય
ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.
રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે.
વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.