શોધખોળ કરો

પૂર્વ IAS એસ.કે. લાંગાની બેનામી સંપત્તિનો ખુલાસો, જૂનાગઢમાં 4 બંગલા, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ અને બંગલો

પોતાના હોદ્દા દરમિયાન સત્તાનો દૂરઉપયોગ કર્યો હતો. જમીનના ખોટા એન.એ. હુકમ કરીને સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. એસ.કે. લાંગા એ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને અપ્રમાણસર મિલકત વસાવી હતી.

ગાંધીનગરઃ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી એસ.કે.લાંગાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસ.કે. લાંગાની ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના ગુનામાં બે મહિના બાદ મંગળવારે ધરપકડ કરાઇ હતી. લાંગા વિરુદ્ધ જમીન મહેસૂલના અટપટા કાયદા, નિયમો અને પેટા નિયમોથી ગૂંચવાયેલા જમીન માલિકો, ખેડૂતો અને અરજદારોને કાયદાની માયાજાળમાં ફસાવીને તેમની પાસે કરોડો રૂપિયાની કટકી કરવાની ફરિયાદ નોંધાયાના 56 દિવસ બાદ આબુની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

પોલીસની જણાવ્યાનુસાર નિવૃત કલેક્ટરે પોતાના હોદ્દા દરમિયાન સત્તાનો દૂરઉપયોગ કર્યો હતો. જમીનના ખોટા એન.એ. હુકમ કરીને સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. એસ.કે. લાંગા એ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને અપ્રમાણસર મિલકત વસાવી હતી. હોદ્દા પરથી ઉતર્યા બાદ જૂની તારીખમાં સહી કરી હતી. પોલીસને ૧ લાખ થી વધુ દસ્તાવેજો પર તપાસ હાથ ધરી હતી.  તેના કારણે સરકારને લગભગ 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મૂલસાના અને પેથાપુરની તપાસ બાદ હજુ 20 કરોડનું નુકસાન સામે આવ્યું છે. આ ઉપરાંત લાંગા સામેના 25 કેસની તપાસ કરવામાં આવશે. તેમની જોડે રહેલા વ્યવકતીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

લાંગાએ જૂનાગઢમાં 4 બંગલા, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ અને બંગલો વસાવ્યા છે. એટલું જ નહીં ખેડૂતો તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે. ખોટા ખેડૂત બન્યા હોવાની પોલીસને શંકા છે.

પૂર્વ કલેકટર એસ.કેલાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં શું છે ?

લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની અંદર આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
Embed widget