(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: લોકસભા ચૂંટણી અગાઉ 25 ડેપ્યુટી કલેક્ટરની કરાઇ બદલી
મોટાભાગના ડેપ્યુટી કલેકટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે.
Gandhinagar: લોકસભા ચૂંટણી અગાઉ રાજ્યના 25 ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી હતી. નાણાં વિભાગ દ્ધારા ચૂંટણી પંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી હતી. મોટાભાગના ડેપ્યુટી કલેકટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે.
અમદાવાદના સાણંદ (ઓલ્ડ-વેજલપુર)ના પ્રાન્ત ઓફિસર જય કુમાર બારોટની પાટણના સિદ્ધપુરમાં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠાના પાલનપુરના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કિરીટભાઇ કે ચૌધરીની સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે બદલી કરાઇ હતી. ઉપરાંત સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર બળવંતસિંહ રાજપૂતની સાબરકાંઠાના હિંમતનગરમાં ડીસી-સ્ટેમ્પ ડ્યૂટી તરીકે બદલી કરાઇ હતી.
તે સિવાય ડાંગના આહવાના પ્રાન્ત ઓફિસર પ્રીતેશ પટેલની તાપીના વ્યારાના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ હતી. તાપીના વ્યારાના પ્રાન્ત ઓફિસર એસ.કે. મોવલિયાની ડાંગના આહવાના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ હતી.
બોટાદના પ્રાન્ત ઓફિસર ચરણસિંહ ગોહિલની જૂનાગઢના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ હતી. જૂનાગઢના પ્રાન્ત ઓફિસર કુમારી ભૂમિ.બી. કેશવાલાની સાબરકાંઠાના ડેપ્યૂટી ડીઇઓ તરીકે બદલી કરાઇ હતી.
છોટાઉદેપુરના પ્રાન્ત ઓફિસર મયૂર પરમારની આણંદના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ હતી. ભરૂચના પ્રાન્ત ઓફિસર રોનક શાહની ધોરાજી-રાજકોટના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ હતી.
એક મહિના અગાઉ રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.
હાલમાં બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. આણંદ જિલ્લાના બોરસદમા પ્રાન્ત ઓફિસર એચ.ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાન્ત ઓફિસર તરીકે કરવામાં આવી છે. હાલમાં જૂનાગઢ ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની રાજકોટ જિલ્લા રાજકોટ શહેર-1માં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પ્રાન્ત ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર.એસ. દેસાઇની અમદાવાદ જિલ્લાના વિરમગામના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી હતી.