શોધખોળ કરો

આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો

મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા તેમની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે.

ગાંધીનગર: ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 28 દિવસથી ચાલતું આદિવાસીઓનું આંદોલન સમેટાઈ ગયું છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા કરવામાં આવેલી નવ માંગણીઓ સરકારે સ્વીકારી લેતા આદિવાસી કન્વીનર ડો. રાજન ભાગોરાએ આંદોલન પુરુ થયાની જાહેરાત કરી હતી. મંત્રી ગણપત વસાવા, મંત્રી ભુપેન્દ્રસિંહ, આર.સી.ફળદુ, સાસંદ પ્રભુ ભાઈ વસાવા, મનસુખભાઈ અને આદિવાસી સમાજના આગેવાનો સાથે મળી વાટાઘાટો કરી હતી. બાદમાં મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ આદિવાસી સમાજની 9 માંગણીની રજૂઆત કરી હતી. સરકારે આદિવાસી સમાજની નવ માંગણીઓને સ્વીકારી લીધી હતી. મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા અને 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવની ચીમકી પણ આપી હતી. જે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો આદિવાસીઓની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. સરકારે કહ્યુ કે, 2010 ના ઠરાવમાંથી મસવાડી પહોંચને આજથી સ્થગિત કરવામાં આવે છે. 1956 ના પુરાવા હશે તેમની આવનારા દિવસોમાં જે પરિવાર હતા તેમની યાદી બનાવવામાં આવશે. કાયદો વિધાનસભા પસાર થયા પછી 30 દિવસમાં નિયમ બનાવી લાગુ કરવામાં આવશે. આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના કન્વીનર ડો, રાજન ભાગોરાએ આંદોલન સમેટવાની જાહેરાત કરતા કહ્યું કે, સરકારે તમામ 9 માંગો સ્વીકારી છે. સરકારે કહ્યું કે, ગીર, બરડા, આલેચના માલધારીઓને 1956ના અમલ મુજબ કાર્યવાહી થશે. રેસિડેન્સીયલ દરજ્જો આપવામાં આવ્યો હતો તેનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો આદિવાસી સમાજે કોર્ટમાં ત્રણ પીઆઈએલ કરી છે, સરકારે હજુ એફિડેવિટ કરી નથી પણ સરકારે બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં સરકાર એફિડેવિટ કરશે. આ વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર હાંસલ કરીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે સિવાય અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget