શોધખોળ કરો

‘ગાંધીનગર કોર્પોરેશનમાં AAP 28 બેઠકો જીતીને સત્તા કબજે કરશે, કોંગ્રેસ ત્રીજા નંબરે આવશે’

આપના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી  પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે.

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી  પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.

ઈસુદાને જણાવ્યું કે, કોંગ્રેસે 2011માં યુવાનો માટે લાયબ્રેરી, વૃદ્ધો માટે સિટી બસમાં મફત મુસાફરી અને પ્રાથમિક સુવિધા જેવાં વચનો આપ્યાં હતાં. આ વચનોતી આકર્ષાઈને 2011માં જ્યારે મનપાનું ઈલેક્શન થયું ત્યારે કોંગ્રેસ જીતીને આવી હતી પણ પક્ષપલટો કરી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા તેથી લોકોને આઘાત લાગ્યો હતો. એ પછી ગત 5 વર્ષમાં ભાજપનું શાસન હતું ને લોકોને ખૂબ હેરાન કર્યા હતા. કોરોના કાળમાં લોકોને ભારે તકલીફ પડી હોઈ લોકો ભાજપને મત નહિ આપે. આ મુદ્દાઓને આધારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેથી પ્રથમ ક્રમે આપ , બીજા ક્રમે ભાજપ અને કોંગ્રેસ ત્રીજા ક્રમે જીતીને આવશે. 

ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન

ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન થયું છે. વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા તો વૉર્ડ 5માં સૌથી ઓછુ 36 ટકા મતદાન.  5 ઓક્ટોબરના પરિણામ આવશે.

આપ પાર્ટીએ નોંધાવી ફરિયાદ

ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં થયેલી માથાકૂટ અંગે AAPએ ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકરોએ ટેબલ અને ખુરશીઓ ઉથલાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી

ગાંધીનગરના  સેક્ટર 22 ના મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી હતી.  મતદાન મથકની બહાર પડેલી દારૂની બોટલ વિવાદનું કેન્દ્ર બની છે. 

ગાંધીનગર સેક્ટર 22માં મતદાન મથક પર હોબાળો

ગાંધીનગરમાં સેક્ટર 22 માં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની બાજુના મતદાન મથક પર હોબાળો થયો હતો. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અચાનક કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને ટેબલ ખુરશી લઇ તોડફોડ કરી હતી. બૂથ સેન્સેટિવ હોવા છતા પણ પોલીસનો કોઈ પૂરતો બંદોબસ્ત નહોતો.  હાલ આપ પાર્ટી દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી. 

વોર્ડ નં 10 મતદારો ઈચ્છી રહ્યા છે પરિવર્તન

વોર્ડ નંબર 10માં આવેલ વિસ્તારો માટેના મતદાનમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ. લોકોની સુખાકારી માટે કામ કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો મતદારોનો મૂડ છે.  ઘણા મતદારો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, તો ઘણા મતદારો કામ કરનારને તક આપવી જોઈએ એવો મત દર્શાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસ નોંધાવશે લેખિત ફરિયાદ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં  આમ આદમી પાર્ટીની મહિલા પોલીગ એજન્ટ ટોપી પહેરીને પોલિંગ બુથમાં બેસતા કોંગ્રેસ આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget