Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?
ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા કોરોના સંક્રમિત થયા છે. શૈલેન્દ્રસિંહ બીહોલનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે શૈલેન્દ્રસિંહ બીહોલા પણ સંક્રમિત થયા છે. ગઈ કાલે શૈલેન્દ્રસિંહ બીહોલાએ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો.
ગાંધીનગરઃ આગામી 17મી એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી જીતવા માટે કવાયત પણ તેજ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.
ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા કોરોના સંક્રમિત થયા છે. શૈલેન્દ્રસિંહ બીહોલનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે શૈલેન્દ્રસિંહ બીહોલા પણ સંક્રમિત થયા છે. ગઈ કાલે શૈલેન્દ્રસિંહ બીહોલાએ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો.
ગઈ કાલે કોંગ્રેસે (Congress) ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation ) માટે 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, બાકીના 15 નામો જાહેર કર્યા વગર જ કોંગ્રેસે આજે તે 15 ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દીધા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે.
ગાંધીનગર મનપામાં કોંગ્રેસે જાહેર ન થયેલા ઉમેદવારને સીધા મેન્ડેટ આપ્યા છે. વોર્ડ નંબર 1માં ભાવના પરમાર, સુમિતા પટેલ, ભાવેશ દેસાઈ અને રાજેન્દ્ર ચાવડાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 4માં લાલીતાબેન ઠાકોર, રાકેશ વસૈયા, હસમુખ મકવાણાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 5માં વૃંદાકુમારી પુરોહિત, બ્રિજરાજ ગોહિલ, અરવિંદ પટેલને મેન્ડેટ અપાયું છે.
વોર્ડ નંબર 6માં મંજુલા ઠાકોર, વર્ષાબેન ઝાલા, ચીમનભાઈ વિંઝુડા અને રજનીકાંત પટેલને મેન્ડેટ અપાયું છે. પૂર્વ મહિલા કોર્પોરેટ પિન્કીબેન પટેલના પતિ રજનીકાંત પટેલને વોર્ડ નં. 6માંથી ટીકીટ મળી છે. સીટીંગ કોર્પોરેટર ચીમનભાઈ વિઝ્યુડાને રિપીટ કરાયા છે. વોર્ડ નંબર 10માં ભારતી પટેલ, કિરણસિંહ પરમાર અને મુકેશ શાહને મેન્ડેટ અપાયું છે. છેલ્લી ઘડીએ આ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના અપાઈ છે.
આગામી 17મી એપ્રિલે યોજાનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી નીચે પ્રમાણે છે. કોંગ્રેસ દ્વારા આજે પોતાના 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, હજુ બાકીના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.
વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભુપતજી ઠાકોર, દિપ્તીબેન મનિષકુમાર પટેલ, અનિલસિંહ મહોબતસિંહ વાધેલા અને દિલીપ સિંહ વાધેલાને ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.