શોધખોળ કરો

Gandhinagar Corporation election result : ગાંધીનગર મનપામાં ભાજપની બહુમતી તરફ આગેકૂચ, જાણો બહુમતીથી હવે કેટલી બેઠકો છે દૂર

ગાંધીનગર મનપામાં બહુમતી માટે 23 બેઠકો જોઇએ, ત્યારે અત્યારે ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. હવે બહુમતી માટે વધુ 4 બેઠકો જરૂરી છે.

ગાંધીનગરઃ સવારે 9 વાગ્યાથી ગાંધીનગર કોર્પોરેશનની 44 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ છે. 11 વોર્ડ વાળી મનપાના 5 વોર્ડના પરિણામ સામે આવી ગયા છે. જેમાં 20માંથી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. તો હજુ સુધી આમ આદમી પાર્ટી ખાતું ખોલી શકી નથી. ગાંધીનગર મનપામાં બહુમતી માટે 23 બેઠકો જોઇએ, ત્યારે અત્યારે ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. હવે બહુમતી માટે વધુ 4 બેઠકો જરૂરી છે.

વોર્ડ નંબર-1ની તમામ બેઠકો પર ભાજપનો વિજય. અંજનાબેન મહેતા, રાકેશ પટેલ, મીનાબેન મકવાણા અને નટવરજી ઠાકોરનો વિજય થયો છે. 

વોર્ડ 7 ભાજપ તમામ ઉમેદવારોની જીત

કિંજલ ઠાકોર

પ્રેમલસિંહ ગોલ

શૈલેષ પટેલ

સોનલબા વાઘેલા

વોર્ડ નંબર-3માં ભાજપ 3- એક પર કોંગ્રેસનો વિજય

કોંગ્રેસના અંકિત બારોટને 1657 મતથી વિજેતા

ભાજપના સોનાલી પટેલ 500 થી વધુ મતથી વિજેતા

ભાજપના દીપિકા સોલંકી વિજેતા

ભાજપના ભરત ગોહિલ વિજેતા

ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપની જીત

ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર કૈલાશબેન સુતરીયા, કિંજલ પટેલ, હેમાબેન ભટ્ટ, પદમસિહ ચૌહાણનો વિજય થયો હતો.

વોર્ડ નંબર 9માં ભાજપનો વિજય

વોર્ડ નંબર-9ની તમામ બેઠકો પર ભાજપનો વિજય.

ધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી  સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી  પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Embed widget