Gandhinagar: સરકારી નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર, જાણો ગુજરાત સરકારે શું લીધો નિર્ણય?
તે સિવાય ખેડૂતોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. માર્ચ એપ્રિલના સ્થાને આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરાશે.
ગાંધીનગરઃ સરકારી નોકરીઓની તૈયારીઓ કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારના વિવિધ વિભાગમાં ખાલી જગ્યાઓ માટે સમીક્ષા થશે. સરકાર જલ્દી જ વિવિધ ભરતી માટે કામગીરી શરૂ કરશે. મંજૂર મહેકમ ત્વરિત ભરાય તે માટે પણ ભરતી બોર્ડને સૂચના આપી દેવાશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે
તે સિવાય ખેડૂતોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. માર્ચ એપ્રિલના સ્થાને આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરાશે. એક મહિના પહેલા યોજના શરૂ કરવા કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
મે 2018થી શરૂ થયેલ આ જળસંચય અભિયાનમાં અત્યાર સુધી 5 તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા.વર્ષ 2022માં સુજલામ સુફલામ જળસંચય અભિયાન થકી સૌથી વધુ 17 હજારક 812 કામ પૂર્ણ થયા હતા. 24 હજાર 418 લાખ ઘનફુટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની કરાઇ નિમણૂક?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે.
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.
ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૮ માં તેમની નિવૃત્તિ પર, સ્વ. શ્રી અરુણ જેટલી, ભારતના તત્કાલીન નાણામંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે "ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા