(Source: Poll of Polls)
Gandhinagar: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બદલાશે ? આ નામો છે ચર્ચામાં ટોપ પર...
ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદને લઇને અત્યારે કેટલાય નામો ચર્ચામાં છે, પરંતુ આ પદ માટે 3 નામો ચર્ચામાં સૌથી આગળ રહ્યાં છે.
Gandhinagar: ગુજરાતના રાજકારણને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખના બદલાવવાની વાત વહેતી થઇ છે. જોકે ક્યારે બદલાશે અને કોણ નવા પ્રમુખ બનશે તેને લઇને હજુ ખુલાસો નથી થયો.
ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદને લઇને અત્યારે કેટલાય નામો ચર્ચામાં છે, પરંતુ આ પદ માટે 3 નામો ચર્ચામાં સૌથી આગળ રહ્યાં છે. જેમાં દીપક બાબરીયાનું નામ ચર્ચામાં સૌથી આગળ છે. આ પછી બીજા નંબર પર પરેશ ધાનાણી પણ રેસમાં છે, આ પણ ગુજરાત કોંગ્રેસ પદની રેસમાં છે. આ ઉપરાંત ત્રીજા નંબર પર સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ ચર્ચામાં છે, તે પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રમુખ તરીકે દીપક બાબરીયાનું નામ છેલ્લી ઘડીએ કપાયું હતું, વિધાનસભાની ચૂંટણી હારતા ધાનાણીનો સંગઠનમાં ઉપયોગ કરવાની વિચારણા છે.
Rahul Gandhi : રાહુલ ગાંધીના માથે વધુ એક આફત, ખખડાવ્યો કોર્ટનો દરવાજો
Rahul Gandhi Ordinary Passport: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ જાણે ઓછુ થવાનું નામ જ નથી લઈ રહી. પહેલા સાંસદ પદ ગયું છે. ત્યાર બાદ હવે રાહુલ ગાંધી પાસપોર્ટને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમની અમેરિકાની મુલાકાત પહેલા નવો પાસપોર્ટ જારી કરવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની વિનંતી કરી છે. રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ માર્ચમાં લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતાં. ત્યાર બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો.
કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયેલા રાહુલ ગાંધીએ નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી છે. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ જૂનમાં અમેરિકાની 10 દિવસની મુલાકાતે જવાના છે અને મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભાષણ આપશે.
રાહુલ અમેરિકા જશે
યુકેમાં કરાયેલી ટીપ્પણીને લઈને મચ્યો હતો હોબાળો
રાહુલ ગાંધી થોડા અઠવાડિયા પહેલા યુકેના પ્રવાસે પણ ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને દેશની સંસ્થાઓ પર ભાજપ-આરએસએસ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમની આ ટિપ્પણી બાદ ભારતમાં રીતસરનું વિવાદનું વાવાઝોડું સર્જાયું હતું. બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીની માફીની માંગ સાથે સડકથી લઈને સંસદ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે રાહુલ ગાંધી પર વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો અને વિદેશી હસ્તક્ષેપની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.