શોધખોળ કરો

Gandhinagar: રાજ્યમાં કેટલા વર્ષથી BPL યાદી માટેનો સર્વે નથી થયો ? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું

પાછલા સર્વે પ્રમાણે રાજ્યમાં 0 થી 20 સ્કોર ધરાવતા BPL પરિવારોની સંખ્યા 31,67,211 છે.

Gandhinagar News: હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ બીપીએલ યાદીના સર્વેને લઈ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, છેલ્લે વર્ષ 2002-03માં BPL સર્વે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ સર્વે નથી કરવામાં આવ્યો. રાજ્ય પાસે બીપીએલની યાદી 20 વર્ષ પહેલા થયેલા સર્વેની છે. પાછલા સર્વે પ્રમાણે રાજ્યમાં 0 થી 20 સ્કોર ધરાવતા BPL પરિવારોની સંખ્યા 31,67,211 છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યની પ્રાથમિક શાળાઓના આરોડા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું અમદાવાદ અને બનાંસકાંઠાની 216 સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. અમદાવાદની 43 તો બનાસકાંઠાની 173 સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત છે. રાજ્ય સરકારે 31-12-2022ની સ્થિતિએ કરેલી તપાસમાં ઓરડાઓની વિગતો સામે આવી હતી.

વિધાનસભામાં ઉઠ્યો કિરણ પટેલ મુદ્દો

આજે કિરણ પટેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો  હતો. તેમણે કહ્યું, ગુજરાતનો કિરણ પટેલ પીએમાઓનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે.

બીજું શું કહ્યું શૈલેશ પરમારે

આઇએએસ અને આઇપીએસની જાસૂસી થવાના બનાવો બને છે. સરકારનું પોતાનું પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને આઇબીને ખબર ના હોય , કરાઈમાં નકલી પીએસઆઇ બનીને ઘૂસી જાય અને કોઈને ખબર ન પડે. ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર.

કિરણ પટેલનો ફોન-વિઝીટીંગ કાર્ડ ગાંધીનગર એફએસએલમાં મોકલાશે, તપાસ માટે અમદાવાદ લવાશે

કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના 14 દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં  આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે.  આ ઉપરાત, પોલીસ  કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Embed widget