શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gandhinagar: એક તરફી પ્રેમમાં અંધ લંપટ શિક્ષકની કરતૂત, પ્રપોઝ રિઝેક્ટ થતાં સ્કૂલની દિવાલો પર શિક્ષિકના બિભત્સ પોસ્ટરો લગાવ્યા

મહુડી ગામમાં આવેલી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષિકાને તેમની જ શાળાના શિક્ષક અશોકભાઈ આત્મારામ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ નજરે જોતા હતા અને ખરાબ ઈશારા કરી ઘણી વખત પીછો પણ કરી હેરાન કરતા હતા.

ગાંધીનગર : એકતરફી પ્રેમમાં અંધ લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે. પ્રેમ પ્રપોઝ રિઝેક્ટ થતા સ્કૂલની દિવાલો પર શિક્ષિકાના બિભત્સ પોસ્ટરો લગાવ્યાં હતા. ઉપરાંત નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થીઓ પાસે પત્રિકાઓ લખાવી હતી.

શું છે મામલો

 માણસા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે સહકર્મી શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી પરંતુ શિક્ષિકા તાબે ન થતા આ લંપટ શિક્ષકે શાળાની તમામ શિક્ષિકાઓને બદનામ કરવાના ઇરાદે ગામમાં તેમજ સ્કૂલમાં જાહેર જગ્યા પર તેમના બિભત્સ પત્રિકાઓ લગાવડાવી હતી. તો શિક્ષિકાઓને બદનામ કરવાની આ પ્રવૃત્તિ છેલ્લા પાંચ વર્ષથી ચાલતી હતી. જેથી ભોગ બનનાર શિક્ષિકાએ તપાસ કરતા શાળાના આ શિક્ષકે જ વિદ્યાર્થીઓ પાસે આ પત્રિકાઓ લગાવડાવી હતી. તેવું માલુમ પડતા શિક્ષિકાએ માણસા પોલીસ સ્ટેશને લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના મહુડી ખાતે શિક્ષણને જગતને લાંછન લગાવતી ઘટના બની છે શાળાના શિક્ષકે જ શિક્ષિકા બહેનોના બિભત્સ પોસ્ટરો ગામમાં ચોંટાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવની વિગત મુજબ મહુડી ગામમાં આવેલી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષિકાને તેમની જ શાળાના શિક્ષક અશોકભાઈ આત્મારામ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ નજરે જોતા હતા અને ખરાબ ઈશારા કરી ઘણી વખત પીછો પણ કરી હેરાન કરતા હતા અને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે માગણી કરી દબાણ કરતો હતો. પરંતુ શિક્ષિકા તેના તાબે ન થતા તેની અદાવત રાખી આ લંપટ શિક્ષકે આ શિક્ષિકા અને શાળાની અન્ય શિક્ષિકાઓને બદનામ કરતી પત્રિકાઓ છપાવી શાળાએથી જવાના રસ્તા પર નંખાવી હતી.  એક મહિના અગાઉ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો ડર બતાવી અભ્યાસમાં આગળ મદદ કરવાની લાલચ આપી ગામની દિવાલો પર શિક્ષિકાઓના નામ અને બિભત્સ ફોટા લગાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં ફરજ બજાવતી અન્ય શિક્ષિકાઓના નામ પણ અન્ય લોકો સાથે જોડી પેમ્ફલેટો, બિભત્સ ફોટા શાળાની તેમજ જાહેર દિવાલો પર લગાવ્યા હતા અને ગ્રામ પંચાયત તથા દૂધ મંડળીમાં તથા શિક્ષિકાઓના ઘરે ટપાલ દ્વારા મોકલાવ્યા હતા. આ સિવાય જાહેર જગ્યાએ દીવાલો પર સ્પ્રે વડે શાળાની શિક્ષિકાઓને બદનામ કરતાં બીભત્સ લખાણો પણ લખવામાં આવ્યા હતા. જેથી આ બાબતે શાળાના કર્મચારીઓએ તપાસ કરતા માલુમ પડયું હતું કે શાળાનો શિક્ષક અશોક પ્રજાપતિ સ્કૂલના જ વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો ડર બતાવી આ પત્રિકા લગાવવાનું અને સ્પ્રે વડે દીવાલો પર લખવાનું કામ કરાવતો હતો જેથી ભોગ બનનાર શિક્ષિકાએ આ લંપટ શિક્ષક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget