Gift City: દારૂ પીવાની અને પીરસવાની મંજૂરી બાદ ગિફ્ટ સિટીમાં રૂ. 500 કરોડની પ્રોપર્ટી વેચાઈ, 5 દિવસમાં થયા અધધ સોદા
Gandhinagar News: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં ય જાણે તેજી આવી છે. ગિફ્ટ સિટીની આસપાસની જમીનનીય ડિમાન્ડ વધી છે.
Gandhinagar News: રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની અને પીરસવાની મંજૂરી આપી છે. જે બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગિફ્ટ સિટીમાં 500 કરોડની પ્રોપર્ટી વેચાઈ છે. ઉપરાંત છેલ્લા 5 દિવસમાં ગિફ્ટ સિટીમાં 300 યુનિટના સોદા થયા છે. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનું વેચાણ પિક પર છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી માટેની ઈન્કવાયરીમાં પણ 500 ટકાનો વધારો થયો છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં ય જાણે તેજી આવી છે. ગિફ્ટ સિટીની આસપાસની જમીનનીય ડિમાન્ડ વધી છે. સૂત્રોના મતે, દારૂની મંજૂરી બાદ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઇ રહી છે. ગિફ્ટ સિટી કલબમાં ફોન કોલ્સ કરીને શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે,હાલ ગિફ્ટ સિટી કલબમાં મેમ્બરશીપનો ભાવ રૂા.7 લાખ છે. ગુજરાત સરકારે દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી કલબ પર લોકોની નજર મંડાઇ છે. માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશીપ મેળવી હતી. ગિફ્ટ સિટી કલબે તો મેમ્બરશીપમાં જ રૂા.7.49 કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી કલબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર હજાર મેમ્બર્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે રીતે મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઇ રહી છે તે જોતાં ગિફ્ટ સિટી કલબના સંચાલકોને આશા છેકે, મેમ્બર્સનો લક્ષ્યાંક પૂર્ણ થશે.
ગિફ્ટ સિટીમાં કેમ આપવામાં આવી છૂટ
ગિફ્ટ સિટીમાં છૂટ એટલા માટે આપવામાં આવી છે કે તેમાં વિશ્વભરની નાણાંકીય સંસ્થાઓ, આઇટી ક્ષેત્રની કંપનીઓ, બેન્કીંગ સર્વિસ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ અને બીજી કચેરીઓ આવેલી છે. રાજ્ય બહારથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ અને તેમને પ્રોત્સાહિત કરવા વાઇન એન્ડ ડાઇન સુવિધા લાગુ કરવામાં આવી છે.આ અધિકારીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ એપાર્ટમેન્ટમાં રહેતી તમામ વ્યક્તિ દારૂબંધીની છૂટનો ઉપયોગ કરી શકશે નહીં. તેમના માટે આવી મંજૂરી આપવામાં આવી નથી પરંતુ ગિફ્ટ સિટીની કોઇ ઓફિસમાં કામ કરતા અધિકારી કે કર્મચારીઓ અધિકૃત કરે તેમને કામચલાઉ પરમીટનું કાર્ડ આપવામાં આવશે.
રાજકોટમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા લોકોને શું કરવામાં આવી અપીલ? જાણો વિગત