શોધખોળ કરો

Dhirendra Shastri: ગાંધીનગરમાં આવતીકાલે ફરી યોજાઇ શકે છે બાબાનો દિવ્ય દરબાર, જાણો કયા સ્થળે તૈયારીઓ શરૂ કરાઇ

બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે ફરીથી ગાંધીનગરમાં દિવ્ય દરબાર યોજાઇ શકે છે. આવતીકાલનો દિવ્ય દરબાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે છે,

Dhirendra Shastri: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતમાં છે, આજે ગુજરાત પ્રવાસનો તેમને પાંચમો દિવસ છે, સુરત બાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઠેર ઠેર દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદના કારણ આ કાર્યક્રમોને રદ્દ કરવા પડ્યા છે. જોકે, હવે આને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ફરી એકવાર ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાઇ શકે છે. 

સુત્રો અનુસાર, બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે ફરીથી ગાંધીનગરમાં દિવ્ય દરબાર યોજાઇ શકે છે. આવતીકાલનો દિવ્ય દરબાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે છે, આને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગાંધીનગરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઝૂંડાલ ખાતે યોજાવવાનો હતો, પરંતુ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી, અને કાર્યક્રમને રદ્દ કરવો પડ્યો હતો. 

Dhirendra Shastri: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદનો દરબાર રદ્દ, વરસાદના કારણે વ્યવસ્થા ખોરવાઇ જવાથી લેવાયો નિર્ણય

Dhirendra Shastri: બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, અને અત્યારે સુરત, ગાંધીનગર બાદ અમદાવાદમાં છે. ખાસ વાત છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ જે દિવ્ય દરબાર અમદાવાદમાં યોજાવવાનો હતો, પરંતુ વરસાદી વિઘ્નના કારણે બે દિવસીય દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આજે અને કાલે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદના ઓગણજ ખાતે યોજાવવાનો હતો, પરંતુ ગઇકાલે પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી, આ કારણોસર આજે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાથી જ બાબાનો અમદાવાદનો દિવ્ય દરબાર રદ્દ થવાની વાતો વહેતી થઇ હતી.

ખાસ વાત છે કે, સુરત બાદ ગાંધીનગર અને હવે આજે અમદાવાદમાં બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવવાનો હતો, પરંતુ ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચાણક્યપુરીના સ્થાને બાબાનો દિવ્ય દરબાર ઓગણજ સ્થિત ગ્રાઉન્ડમાં યોજાવવાનો હતો. પરંતુ આજે દિવ્ય દરબાર રદ્દ થઇ ગયો છે, કાર્યક્રમ સ્થળ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં છે, ગઇકાલે પડેલા ધોધમાર વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે દિવ્ય દરબાર યોજવાના સ્થળને અસર પહોંચી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન અમદાવાદમાં આજે ઓગણજમાં થવાનું હતુ.

આ પહેલા સુરતમાં ભરાયો દરબાર

સુરતમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત ગુજરાતમાં થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું. 

બે દિવસીય બાબાનો દરબાર

સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાયો

ગઇકાલે બાબાએ કર્યા હતા અંબાજી માતાજીના દર્શન

ગઇકાલે સવારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતથી અમદાવાદ પહોંચ્યા હતા, આ પછી બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ કરવા પહોંચ્યા હતા, બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થયા હતા, અને દાંતા ઉતરીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. બાદમાં અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરવા પહોંચ્કયા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાજીના દર્શન કર્યા હતા, અને બાદમાં ગાંધીનગર થઇને અમદાવાદ પરત ફર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget