Gandhinagar: વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ જાહેરનામું, 9થી 12 જાન્યુઆરી સુધી કેટલા રસ્તા બંધ રહેશે?
Gandhinagar: વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ રોડ રસ્તા બંધ રહેવા મુદ્દે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
Gandhinagar: વાયબ્રન્ટ સમિટ 2024ના આયોજનને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ રોડ રસ્તા બંધ રહેવા મુદ્દે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગાંધીનગરનો જ રોડ અને ખ શૂન્યથી ખ-ફાઈવ સુધીનો રોડ જાહેર જનતા માટે બંધ રહેશે. વાવોલ ગામથી ગાંધીનગરમાં પ્રવેશતા રસ્તાઓ 9થી 12 જાન્યુઆરી સવારના છથી રાતના 11 વાગ્યા સુધી બંધ રહેશે. ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે.
જાહેરનામા અનુસાર, 9 થી 12 જાન્યુઆરી સુધી આ રસ્તાઓ બંધ રહેશે જેને લઈ જાણકારી આપવામાં આવી છે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.
શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તાર રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાત ના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ રોડ સામાન્ય જનતા માટે પ્રતિબંધિત રહેશે.
વાયબ્રન્ટ સમિટને લઈ શું કહ્યું ઋષિકેશ પટેલે
ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈ કહ્યું, સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.
એમઓયુથી 12 લાખ લોકોને રોજગારી મળશે
આ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. 1 લાખ 56 હજાર કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.