શોધખોળ કરો

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

CM Bhupendra Patel: કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી 

CM Bhupendra Patel: આજે 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. 

આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે. 

વર્ષ 2025માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો છે. 

મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતી સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પૉલિસીને વગેરેના કારણે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. 

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ કૃષિ કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં 
કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી 
ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી થયેલા પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર
23 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, લગભગ 33 લાખ ખેડૂતોને થશે લાભ
કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનના સંદર્ભમાં ગુજરાત સરકારે ₹15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, જેનાથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો
શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ છેલ્લા 3 વર્ષોમાં 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030.34 કરોડથી વધુની વ્યાજ સહાય

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ મહિલા સશક્તિકરણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખ 96 હજાર થઈ, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર
નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર
વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી,
વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી 
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
માર્ચ 2025માં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ આરોગ્ય કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ 
ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય, અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી કરવામાં આવ્યા
ગુજરાતમાં માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57.41%નો નોંધપાત્ર ઘટાડો થયો
નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 3.88 લાખ માતાઓને મળી ₹238.77 કરોડની આર્થિક સહાય 
465 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત દેશમાં પ્રથમ
“વર્લ્ડ ઓબેસિટી ડે”ના દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ
રાજ્યના આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ શિક્ષણ થકી સર્વાંગી વિકાસનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ, 5000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પૂર્ણ
વર્ષ 2025માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીનું સફળ આયોજન
શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શાળા છોડતા અટકાવવા માટે શિક્ષણ વિભાગે અમલી કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ
નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ આદિજાતિ કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટેના અંદાજપત્રમાં ₹746 કરોડનો વધારો
15 નવેમ્બર, 2025ના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જનજાતીય કલ્યાણ યોજનાની શરૂઆત

3 વર્ષ યુવા વિકાસનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
2024માં ખેલ મહાકુંભ 3.0 ઇવેન્ટમાં 71 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ગુજરાતની પસંદગી
અમદાવાદ ખાતે ₹825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP) 2.0 હેઠળ આઈ-હબ (i-Hub), અમદાવાદ ખાતે 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટે સમર્થન આપવામાં આવ્યું અને સ્ટાર્ટઅપ્સ સૃજન ફંડ સપોર્ટ હેઠળ 402 સ્ટાર્ટઅપ્સને અંદાજીત ₹ 23 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ સુશાસનનનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
‘અર્નિગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
કેન્દ્રના નીતિ આયોગની તર્જ પર ‘ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’ –GRITની સ્થાપના
ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના
112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત: પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) અને ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070/1077) જેવી સેવાઓ માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે 
મહેસૂલી ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણય- ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો જૂની શરતની ગણાશે
જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર
પાંચ કરોડની જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર કક્ષાએથી મળશે, જંત્રી કિંમતના 10 ટકા વસૂલી જમીન હેતુફેર N.A કરાશે

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ શહેરી વિકાસનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ 2025 તરીકે જાહેર કરવામાં આવ્યું
મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1 તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીના અમદાવાદ મેટ્રો ફેઝ-2નું સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાન દ્વારા લોકાર્પણ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા
રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો, હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ
છેલ્લા ૩ વર્ષોમાં કુલ 226 ટીપી સ્કીમોને મંજૂરી 
સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2024-25 હેઠળ અમદાવાદ શહેર ભારતનું નંબર 1 સ્વચ્છ શહેર જાહેર
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025માં સુરત શહેર ટોચના ત્રણ શહેરોમાં સામેલ

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ અગ્રેસર ગુજરાતનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા ચાર વર્ષથી ગુજરાત દેશમાં પ્રથમ
UN એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ
યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ જાહેર કર્યો
કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન
પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યા.

ગુજરાતમાં સુશાસન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પુરા

3 વર્ષ શાંતિ અને સુરક્ષાનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, 2024 અમલી 
ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર
જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો
છેલ્લા 3 વર્ષોમાં ગુજરાત પોલીસે ₹5426.25 કરોડની કિંમતનું 65789.74 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં 7000 થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે છેલ્લા 3 વર્ષમાં 14,000થી વધુ કેસોના નિરાકરણમાં મદદ મળી
ગુનાખોરીને ડામવા ગુજરાત પોલીસના બે પોર્ટલ લોન્ચ: 1) i-PRAGATI પોર્ટલ – જેના થકી ફરિયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણ વાકેફ રહે છે, 2) ‘તેરા તુઝકો અર્પણ’ પોર્ટલ –સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ
નાણાકીય સાઇબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત એટલે કે અનફ્રીઝ કરાવવા માટે મુખ્યમંત્રીએ ઓનલાઇન એપ્લિકેશન લોન્ચ કરી
રાજ્યમાં ઝોન વાઇઝ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવાનો નિર્ણય, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે
રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસે પ્રોજેક્ટ ‘GP-DRASTI’ (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્નિકલ ઇન્ટરવેન્શન્સ) પ્રૉજેક્ટ શરૂ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Advertisement

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
અમ્પાયર બનવા માટે કયો કોર્ષ જરૂરી, BCCI કેટલો ચૂકવે છે પગાર?
અમ્પાયર બનવા માટે કયો કોર્ષ જરૂરી, BCCI કેટલો ચૂકવે છે પગાર?
Embed widget