શોધખોળ કરો

પશુ ખાણદાણમાં ભેળસેળ અટકાવવા સરકાર એક્શનમાં, પશુપાલન મંત્રી અને પુરવઠા મંત્રીની હાજરીમાં બેઠક મળી

ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે આ અંગે એક ખાસ બેઠક મળી હતી.

Gandhinagar News: ઉરાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા-જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે. પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે આ અંગે એક ખાસ બેઠક મળી હતી.

વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણના કારણે સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને પણ નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે, તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રશ્નને ગંભીરતાથી ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરાવવા તેમજ પશુ આહાર ઉત્પાદનની ભારતીય માનક બ્યૂરોમાં નોંધણી ફરજીયાત કરાવવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી, પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ ઉપરાંત રાજ્ય સરકારના ગ્રાહક બાબતો વિભાગના અધિકારીશ્રીઓ, ભારત સરકારના ભારતીય માનક બ્યૂરો સંગઠનના અધિકારીશ્રીઓ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ અને રાજ્ય સરકારના કાયદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Embed widget