શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતથી ગુજરાતના કયા શહેરમાં જવા કેટલું ભાડું ચુકવવું પડશે? રૂપાણી સરકારની મોટી જાહેરાત
સુરતથી વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાવાશે. સુરત અલગ અલગ શહેરના ભાડાનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સુરતથી સૌરાષ્ટ્રના લોકોને વતન પહોંચાડવા માટે શરૂઆતમાં 200થી વધુ સરકારી બસો દોડાવવાની તૈયારી બતાવવામાં આવી છે. સુરતથી વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાવાશે. સુરત અલગ અલગ શહેરના ભાડાનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે નિર્ણય લીધો છે કે, દિવાળીમાં જે પ્રમાણે ગિફ્ટ અપાઈ હતી તે જ પ્રમાણે મુસાફરી કરાવવામાં આવશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારે લીધો નિર્ણય લીધો છે. 30 વ્યક્તિઓનું ગ્રુપ બનાવીને લોકોને વતન મોકલવામાં આવશે. જે ગ્રુપમાંથી બુકિંગ કરાવશે એ જ વિસ્તારમાં સરકારી બસ પહોંચશે અને ત્યાંથી તેમના ગંતવ્ય સ્થળે લઈ જવાશે.
સુરતથી સરકારી બસમાં બીજા શહેરમાં જવા કેટલું ચૂકવવું પડશે ભાડું?
અમદાવાદ - 315 રૂપિયા
અમરેલી 425
બોટાદ 375
ભાવનગર 370
જૂનાગઢ 480
જામનગર 495
ગારીયાધાર 410
સાવરકુંડલા 455
પાલીતાણા 395
રાજકોટ 410
મહુવા 435
ઝાલોદ 350
ગોધરા 250
પાલનપુર 400
મહેસાણા 350
ખાનગી લકઝરી બસ માં
400 કિલોમીટર ના 1000 રૂપિયા
500 કિલોમીટર ના 1200
600 કિલોમીટર ના 1500 છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion