શોધખોળ કરો

GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

GSRTC Recruitment 2026: ગુજરાત ST બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ડ્રાઈવરની 4599 અને કંડક્ટરની 4318 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSRTC એ ડ્રાઈવર-કંડક્ટરની 8917 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી.
  • 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
  • બંને પોસ્ટ માટે 12 પાસ, ₹18,500 ફિક્સ પગાર મળશે.
  • પસંદગી OMR લેખિત પરીક્ષા અને ડ્રાઈવિંગ ટેસ્ટ દ્વારા થશે.

GSRTC New Recruitment: ગુજરાત ST બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ડ્રાઈવરની 4599 અને કંડક્ટરની 4318 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આવતીકાલથી જ ફોર્મ ભરવાની શરૂઆત થશે. 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની ગોલ્ડન તક આવી છે. એસટી નિગમમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ નોકરી માટે પાંચ વર્ષ સુધી 26000 ફિકસ પગાર ચૂકવવામાં આવશે.

 લાયકાત 12 પાસ 

જેમાં કંડકટરની પોસ્ટમાં ફીકસ પગાર– પાંચ વર્ષ માટે રૂપિયા 18500/- આપવામાં આવશે તેમજ ડ્રાઈવરની પોસ્ટ માટે પણ રૂપિયા 18500 આપવામાં આવશે તેમ પરિપત્રમાં જણાવ્યું છે. જે બંન્ને પોસ્ટમાં લાયકાત 12 પાસ છે. કંડક્ટર માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે RTO માન્ય વેલિડ કંડક્ટર લાઈસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે તેમજ તેમનું શારીરિક વિઝન (દ્રષ્ટિ) પણ બિલકુલ સાફ હોવું જોઈએ.  4318 જગ્યાઓ પર કંડક્ટરની ભરતી કરવામાં આવશે. કંડક્ટર માટે પણ બિન-અનામત (2330), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 459) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 843), અનુસૂચિત જાતિ (SC- 218) અને અનુસૂચિત જનજાતિ (ST 468) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.

બીજી તરફ, ડ્રાઇવરની કુલ 4599 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ડ્રાઇવર પદ માટે પણ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. આ માટે વયમર્યાદા 25 થી 35 વર્ષ નક્કી કરાઈ છે (અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ રહેશે). શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેમી (ST વર્ગ માટે 160 સેમી) અને મહિલાઓ માટે 158 સેમી હોવી જરૂરી છે. ડ્રાઇવરના ઉમેદવારો કલર બ્લાઇન્ડનેસ (રંગ અંધત્વ) ધરાવતા ન હોવા જોઈએ. ડ્રાઈવરની ભરતી માટે બિન-અનામત (2066), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 490) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 1061), અનુસૂચિત જાતિ (SC- 274) અને અનુસૂચિત જનજાતિ (ST 708) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.

જાણો ભરતી પ્રક્રિયા વિશે?

OMR લેખિત પરીક્ષા (100 ગુણ): આ પરીક્ષાનું 40 ટકા વેઈટેજ રહેશે. જેમાં સામાન્ય જ્ઞાન, રોડ સેફ્ટી, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તથા અંક ગણિતના પ્રશ્નો પૂછાશે.

ડ્રાઈવિંગ ટેસ્ટ (50 ગુણ): આ ટેસ્ટનું 60 ટકા વેઈટેજ રહેશે અને તેમાં પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવા ફરજિયાત છે.

Frequently Asked Questions

ગુજરાત ST બસમાં કઈ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે અને કુલ કેટલી જગ્યાઓ છે?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. કુલ 8917 જગ્યાઓ છે, જેમાં ડ્રાઈવરની 4599 અને કંડક્ટરની 4318 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ ભરતી માટે અરજી ક્યારે અને કઈ રીતે કરી શકાય છે?

ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરવાની રહેશે.

આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને કેટલો પગાર મળશે?

પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ડ્રાઈવર અને કંડક્ટર બંને પોસ્ટમાં રૂપિયા 18500/- ફિક્સ માસિક પગાર આપવામાં આવશે.

ડ્રાઈવર અને કંડક્ટરની પોસ્ટ માટે સામાન્ય શૈક્ષણિક લાયકાત શું છે?

ડ્રાઈવર અને કંડક્ટર બંને પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. દરેક પોસ્ટ માટે વયમર્યાદા અને અન્ય વિશિષ્ટ શરતો લાગુ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget