(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ક્યા 12 IPS અધિકારીને DIG રેન્કમાં બઢતી આપીને કરાઈ બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
આ તમામ અધિકારીને DIG રેન્કના અધિકારી તરીકે બઢતી આપીને તેમની બદલી કરાઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે મોડી રાત્રે રાજ્યના 74 IPS અધિકારીની બદલી કરી તેમાં 12 આઈપીએસ અધિકારીને બઢતી પણ અપાઈ છે. આ તમામ અધિકારીને DIG રેન્કના અધિકારી તરીકે બઢતી આપીને તેમની બદલી કરાઈ છે. રૂપાણી સરકારે થોડા દિવસ પહેલાં રાજ્યના 3 અધિકારીને ડીજીપી રેન્કમાં બઢત આપી હતી.
આ બદલી સાથે બઢતી મેળવનારા 12 અધિકારીઓની વિગતો નીચે પ્રમાણે છે.
રાજ્યના ક્યા IPSને DIG રેન્કમાં બઢતી મળી ?
અધિકારી હાલનું પોસ્ટિંગ બઢતી
નિલેષ ઝાઝડિયા એસપી (પ.રે.વડોદરા) DIG, કોસ્ટલ, સિક્યુ. અમદાવાદ
બીપીન આહિરે ડીસીપી, ઝોન-6, અમદાવાદ ડીઆઈજી, એસીબી, અમદાવાદ
શરદ સિંઘલ એસપી, જામનગર એસીપી, સુરત
ચિરાગ કોરડિયા એસપી, સીએમ.સિક્યુ. એસીપી, ક્રા.વડોદરા
પી.એલ.માલ ડીસીપી ઝોન-1 અમદાવાદ જેસીપી, સે-૧, સુરત
એમ.એસ. ભાભોર એસપી, છોટાઉદેપુર પોલીસ ટ્રેનિગ સ્કૂલ, વડોદરા
બી.આર.પાંડોર ડીસીપી, ઝોન-2 સુરત પોલીસ ટ્રેનિંગ કોલેજ, જૂનાગઢ
એન.એન.ચૌધરી એસપી, તાપી, વ્યારા પોલીસ એકેડેમી, કરાઈ
એ.જી. ચૌહાણ ડીસીપી, ટ્રાફિક, અમદાવાદ ડીઆઈજી, રેલવે, અમદાવાદ
એમ.કે.નાયર સુપરિટેન્ડન્ટ, અમ’ જેલ DIG, આર્મડ યુનિટ, વડોદરા
આર.વી.અસારી એસપી, અમદાવાદ ગ્રામ્ય એસીપી, સેક્ટર-1, અમદાવાદ
કે.એન.ડામોર ડીસીપી, ઝોન-7, અમદાવાદ DIG, CID, ક્રાઈમ, ગાંધીનગર