શોધખોળ કરો

Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ

Anganwadi workers: રાજ્યમાં આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોપાઇ હતી. હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શાળા, કોલેજ સહીતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો હતો

Anganwadi workers:  રાજ્યમાં આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોપાઇ હતી. હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શાળા, કોલેજ સહીતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ હતી. પાંચ દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કરીને જવાબદારી સોંપી હતી. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો હતો. શાળા-કોલેજ-એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ રખડતા શ્વાનોની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું છે. 

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે. રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે.  હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ કરવાની ચીમકી આપતાં સરકારે આદેશ પરત ખેંચ્યો હતો. આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું.

છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે, હવે સરકારે આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.

ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી લઘુતમ વેતન ન અપાતા આશાવર્કર અને આંગણવાડી બહેનો રાજ્ય સરકાર સામે વિરોધમાં ઉતરી આવી છે. આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગણીઓને સરકાર પાસે રજૂ કરવામાં આવી છે. પણ સરકારે તેમની કોઈ માંગણીનો સ્વીકાર કર્યો નથી. ત્યારે હવે પોતાની ધીરજ ખૂટતા આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનોએ વિધાનસભાને ઘેરવાની ચીમકી આપી છે. તેમજ ચૂંટણી પહેલા સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનોએ આપી છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget