શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત વિધાનસભા સત્ર કેટલા દિવસ લંબાવાયું ? જાણો વિગત
કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભા સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. જેથી હવે વિધાનસભા સત્ર 25ની જગ્યાએ 26 જુલાઈએ પૂરું થશે.
ગાંધીનગર: હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભા સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. જેથી હવે વિધાનસભા સત્ર 25ની જગ્યાએ 26 જુલાઈએ પૂરું થશે. છેલ્લા દિવસોમાં 9થી વધારે સરકારી વિધેયકોની ચર્ચા કરવામાં આવશે.
દરમિયાન વિધાનસભા ગૃહમાં આજે આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં ધારાસભ્યોને હોસ્પિટલના બિલ ન મુકવા અપીલ કર હતી. તેમણે કહ્યું કે, સરકારની સેવા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે છે. આપણને સારો પગાર મળે છે. ભગવાનની દયાથી બધુ આપ્યું છે તેથી આરોગ્યના બિલ ન મુકવા જોઈએ. હું પોતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો દર્દી છું અને સરકારી પૈસે દવા લેતો નથી, તેવો ખુલાસો પણ તેમણે કર્યો હતો.
રાજ્યમાં કઈ કઈ જગ્યાએ મેઘરાજા થયા મહેરબાન, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion