Gujarat Assembly Session Live: વિધાનસભામાં રજૂ કરાયું ઈમ્પેક્ટ ફી બિલ
Gujarat Assembly Session: વિધાનસભામાં શોકઠરાવ રજૂ થયા બાદ ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકાર વિધેયક રજુ કરશે.
LIVE
Background
Gujarat Assembly Session Live: 15મી વિધાનસભાનું આજે એક દિવસીય ટુંકુ સત્ર મળવા જઈ રહ્યું છે.. જેમાં આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરી તો ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરી છે.. મુખ્યમંત્રી અધ્યક્ષના નામ સાથે પ્રસ્તાવ રજૂ કરશે.. જ્યારે મંત્રી કનુભાઈ દેસાઈ ઉપાધ્યક્ષના નામ સાથે પ્રસ્તાવ રજૂ કરશે.. બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે.. અને પછી રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે.. અને ત્યાર બાદ શોક ઠરાવ રજુ કરાશે.. વિધાનસભામાં શોકઠરાવ રજૂ થયા બાદ ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકાર વિધેયક રજુ કરશે.. ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબક વિધેયક 2022ને ગૃહમાં રજુ કરવામાં આવશે. જેના પર ચર્ચાના અંતે મંજૂરીની મહોર મારવામાં આવશે.. આ વિધેયકનો ઉદ્દેશ રાજ્યના શહેરી વિસ્તારના વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં મંજૂરી વગર મકાનો બાંધવામાં આવ્યા છે.. અથવા મંજૂરી આપવામાં આવી હોય ત્યાં વિકાસ અને નિયંત્રણ વિનિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવેલુ છે.. આવા મકાનોના માલિકો અને કબજેદારને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ અથવા નગરપાલિકા અધિનિયમ કે ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ મકાનો દુર કરવા તોડી પાડવા અથવા ફેરફાર કરવા ફરમાવતી નોટિસો આપવામાં આવી છે.. તેમ છતા માલિકો નોટિસનું પાલન કરવા નિષ્ફળ ગયા હોવાથી સરકારે આવા મકાનો અને બાંધકામો કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીનો વટહુકમ બહાર પાડ્યો હતો.
બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
- 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર
ઈમ્પેક્ટ ફી બિલ રજૂ
ગુજરાત વિધાનસભા ગૃહમાં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ગૃહની અંદર ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું.
પ્રફુલ પાનસેરીયા,રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના મંત્રીએ શું કહ્યું
રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું, એક દિવસીય સત્રમાં રાજ્યપાલે અભિનંદન પ્રસ્તાવ રજુ કર્યો, કોઇ નિતિ વિષયક નિર્ણય લેવાના ન હતા. 29 ડિસેમ્બર 2002માં પણ એક દિવસીય સત્ર બોલાવાયુ હતું. અધ્યક્ષે પોતાના પાવરથી ચર્ચાનો સમય આપ્યો. રાજ્યપાલના પ્રવચનની બુક લેટ દરેક ધારાસભ્યના તેમના ખાનામાં મુકવામાં આવી હતી પણ કોંગ્રેસ કોઇ પણ મુદ્દે વિરોધ કરવા માંગતી હતી માટે વિરોધ કરી વોક આઉટ કર્યો. બંધારણીય જોગવાઇનો ભંગ થયો નથી. અધ્યક્ષે કોઇ પણ નેતાનું નામ આપવા સુચના આપી હતી, કોંગ્રેસે તે સ્વિકાર્યુ ન હતું માત્ર વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના વોકઆઉટ પર મોઢવાડિયાનું નિવેદન
કોંગ્રેસના ગૃહમાંથી વોકાઉટ અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન આપતાં કહ્યું, રાજ્યપાલના સંબોધનની નકલ એમને મળી નથ. કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. વિધાનસભાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું છે, ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષનું પણ નિયમોના ઉલંઘન અંગે ધ્યાન દોર્યું છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.
રાજ્યપાલે સંબોધનમાં શું કહ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબધનમાં કહ્યું, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટવા બદલ આપ સૌને અભિનદન. મારી સરકાર પર પૂર્ણ વિશ્વાસ મૂકી પ્રજાએ ફરી ચૂંટી છે. અભૂતપૂર્વ જનસમર્થન બદલ જનતાનો આભાર માનું છું. ભારતના વિકાસમાં ગુજરાતનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે તે પ્રજાએ સાબિત કર્યું છે. ગુજરાત હંમેશાથી પથદર્શક રહ્યું છે. ગુજરાતે આપદાઓનો સામનો કરતા કરતા વિકાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ગુજરાતે આત્મસાત કર્યો છે. વિકસિત દેશોમાં ભારતની આર્થિક શકિતમાં ગુજરાતે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મારી સરકાર દ્રઢ નિર્ણય માટે સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મારી સરકાર પ્રત્યેક નાગરિકને આત્મનિર્ભર બનાવી રહી છે. નવી ઊંચાઈઓ સર કરવાનો મારી સરકારનો સંકલ્પ છે. જનતાની અપેક્ષા સામે રાખીને ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપશો તેવી આશા રાખું છું.