Gujarat Politics: ગુજરાત ભાજપે ત્રણ જિલ્લા અને એક શહેર પ્રમુખની કરી નિમણુક, જાણો કોને મળ્યું સ્થાન
Gujarat Politics: પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ સરપ્રાઈઝ ફેરફાર કરતાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે.
Gujarat Politics: ગુજરાત ભાજપ દ્વારા ત્રણ જિલ્લાના અને એક શહેરના પ્રમુખોની નિમણૂક કરાઈ છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવાભાઇ વરચંદની, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુક કરવામાં આવી છે.
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ સરપ્રાઈઝ ફેરફાર કરતાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે. ગાંધીનગરમાં યોજાયેલી શહેર અને ભાજપની કારોબારીમાં આનો સંકેત મળી ગયો હતો. રાજકોટ શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર અને સામુહિક રાજીનામાં પ્રકરણ પછી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની કામગીરી પર આક્ષેપ થયા હતા. રાજકોટના કેટલાક વોર્ડમાં જૂથવાદ શમ્યો નહોતો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી દ્વારા નવનિયુક્ત થયેલ કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા અને રાજકોટ શહેરના પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ. pic.twitter.com/8OcKPtdmc4
— BJP Gujarat (@BJP4Gujarat) May 25, 2023
પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિની પ્રેમી સાથે મળી પોતાની નજર સામે જ કરાવી હત્યા
પોરબંદરમાં પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના જ પતિની હત્યા કરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ ગઢવી નામના યુવાનની 23 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમણે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઇની પત્ની નીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો. કોઇને શંકા ના જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી સાથે મળીને નીતાબેને પતિની હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં સામેલ કાયાભાઈની પત્ની નીતાબેન તથા તેના પ્રેમી રહીમ સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી અને તેમના પત્ની નીતાબેન 23, મેના રોજ રાત્રીના સમયે બાઈક પર શહેરના એમ.જી. રોડ પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ કાયાભાઈ ગઢવીના બાઈકને આંતરી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં કાયાભાઈના પત્ની નીતાબેનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોરબંદર સિટી ડીવાય.એસ.પી. નીલમ ગૌસ્વામી, કમલાબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ વિજયસહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી દીધી હતી અને થોડા કલાકોમાં બંન્ને આરોપી રહીમ હુસૈન ખીરાણી તથા મીરાજ ઈકબાલ પઠાણને ઝડપી લીધા હતા.