કોર કમિટી પછી ભાજપે કરી પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની જાહેરાત, જાણો કોનો કોનો થયો સમાવેશ?
કોર કમિટી પછી ભાજપે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની પણ જાહેરાત કરી છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત 12 સભ્યો કોર ટીમમાં છે. કોર કમિટી પછી ભાજપે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની પણ જાહેરાત કરી છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જસવંતસિંહ ભાભોર, કાનાજી ઠાકોર, નીતિન પટેલ, વિજય રૂપાણી, ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકર, કિરટી સોલંકી, દિપીકા સરવડા, સુરેન્દ્ર પટેલ અને રાજેશ ચુડાસમાનો સમાવેશ કરાયો છે.
કોર કમિટીમાં પ્રદેશ ભાજપ ચાર મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા, વિનોદ ચાવડા, ભાર્ગવભાઈ ભટ્ટ, રજની પટેલને પણ સ્થાન અપાયું. રાજ્ય સરકારના બે મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સ્થાન અપાયું છે. આ સિવાય બે પુર્વ મંત્રી શંકર ચૌધરી અને ગણપત વસાવાને સ્થાન અપાયું છે. તો એક સાંસદ રજંનબેન ભટ્ટને પણ સ્થાન અપાયું.
વેરાવળઃ સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી જે રીતે અહીં એક પછી એક વિકાસના કામ થઈ રહ્યા છે. તે સોમનાથ દાદાની વિશેષ કૃપા છે. હું આને મારું સૌભગ્ય માનું છું કે, સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા પછી અહીં હું આટલું બધું થતું જોઇ શકું છે. તાજેતરમાં જ થયેલી ગેલેરીના લોકાર્પણને પણ યાદ કર્યું હતું. તેમણે આ પ્રસંગે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટને શુભકામના પાઠવી હતી.
તેમણે કહ્યું કે, સર્કિટ હાઉસ બન્યા પછી સોમનાથ મંદિર ટ્રસ્ટની મુશ્કેલી ઘટશે. આ સર્કિટ હાઉસમાંથી દરિયાની લહેરો પણ દેખાશે અને સોમનાથનું શિખર પણ દેખાશે. નવું સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક આવેલું છે.
તે સ્યુટ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો મળી શકે.