શોધખોળ કરો
Advertisement
નવરાત્રિમાં ગરબાના આયોજનને લઈને સી.આર. પાટીલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં. કોરોના સંક્રમણ વચ્ચે હું અંગત રીતે માનુ છું કે, જાહેર નવરાત્રી ન થવી જોઇએ.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિમાં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નવરાત્રિમાં ગરબાની પરવાનગીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં. કોરોના સંક્રમણ વચ્ચે હું અંગત રીતે માનુ છું કે, જાહેર નવરાત્રી ન થવી જોઇએ. ડોક્ટર્સ સહિતના તજજ્ઞો જાહેર મેળાવડાનો વિરોધ કરે છે, ત્યારે જાહેર નવરાત્રીને મંજૂરી ન આપવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement