શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી અપાશે રજા?
સી.આર. પાટીલનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા આવતીકાલે એપોલો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા આવતીકાલે એપોલો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.
બીજી તરફ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના માટેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રૂપાણીએ પોતે ટેસ્ટ કરાવતા હોય તેનો વિડીયો બહાર પાડીને લોકોને ગભરાટ રાખ્યા વિના જ કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં લોકો સામે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવે એવું અભિયાન શરૂ કરાયુ છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી, જાહેરસભા, કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. આ કાર્યક્રમોમાં ભારે ભીડ જામતાં ઘણ નેતા અને કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા હતા. છેવટે ખુદ પાટીલ જ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, આજે તેઓ કોરોનામુક્ત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion