શોધખોળ કરો
Advertisement
ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ 88.11 ટકા, જ્યારે ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ
રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે.
ગાંધીનગરઃ આજે ધોરણ 10નું કુલ 66.96 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા, અંગ્રેજી માધ્યમનું 88.11 ટકા અને હિન્દી માધ્યમનું 72.66 ટકા પરિણામ આવ્યું છે. સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છએ. સુરત જિલ્લાનું પરિણામ 79.63% પરિણામ આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનુ પરીણામ સૌથી ઓછુ 46.38 ટકા આવ્યું છે.
પરીક્ષામાં કુલ 828944 ઉમેદવારોમાંથી 822823 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 551023 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે. ગીર સોમનાથના સુપાસી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.56 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ગીર સોમનાથના તડ કેન્દ્રનું 17.63 ટકા આવ્યું છે. છોકરાઓનું 62.83 ટકા અને છોકરીઓનું 72.64 ટકા પરિણામ આવ્યું છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે. જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી 63 શાળાઓ છે. 995 શાળાઓનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા આવ્યું છે. 6142 દિવ્યાંગમાથી 872 ઉમેદવારો 20.00 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થયા છે.
119 ગેરરીતિના કેસ અને 1659 ઉમેદવારોનું પરિણામ અનામત રખાયું છે. A-1 માં 4974 વિદ્યાર્થીઓ, A-2માં 32375, B-1માં 70677 અને B-2 માં 129629 વિદ્યાર્થીઓ આવ્યા છે. અમદાવાદ સિટીનું 72.45 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ રૂરલનું 70.27 ટકા પરિણામ આવ્યું છે. ગાંધીનગરનું 71.98 ટકા, રાજકોટનું 73.92 ટકા અને વડોદરાનું 67.03 ટકા પરિણામ આવ્યું છે.
સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામને જોઈ શકાશે. રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી શિક્ષણમંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે.
ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
વર્લ્ડકપ 2019: ટીમમાંથી બહાર કરવામાં આવતા પાકિસ્તાની ખેલાડીએ કર્યો અનોખી રીતે વિરોધ, જાણો વિગત
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે PM મોદીની સાધના કરતી તસવીરની ઉડાવી ઠેકડી, યૂઝર્સે કરી Troll
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement