શોધખોળ કરો

અનિવાર્ય સંજોગોમાં ધોરણ-12ની પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ મુદ્દે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીને 25 દિવસ પરીક્ષાનો મોકો મળશે. કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે ધોરણ-12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે.  રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવારથી યોજાશે. જોકે, અનિવાર્ય સંજોગામાં પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ મુદ્દે પણ સરકારે મોટી જાહેરાત કરવામાં આવી છે. 

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીને 25 દિવસ પરીક્ષાનો મોકો મળશે. કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે.

દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે. સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે.
 
વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે.  વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડુંSurat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget