શોધખોળ કરો
Advertisement
Gujarat Budget 2021 : સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યામાં દેશના આ વિશ્વ વિખ્યાત સ્થળને પાછળ પાડ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે.
ગાંધીનગરઃ અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. આ સમયે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વાત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 7મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂપિયા 652 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion