શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના કયા ઉમેદવારે પગે પડીને કહ્યું, 'ભૂતકાળમાં ભૂલચક થઈ હોય તો માફ કરજો, પણ.....'
વિજય પટેલે આજે વિજય મુહૂર્ત 12.39માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા BJP ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે દંડવત થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે સાત બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ડાંગ અને ગઢડા બેઠક પર કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને ભાજપે ટિકિટ આપી નથી. ડાંગ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
વિજય પટેલે આજે વિજય મુહૂર્ત 12.39માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા BJP ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે દંડવત થયા છે. તેમણે ભૂતકાળમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરવા જણાવ્યું સાથે વડીલોના આશીર્વાદ લીધા હતા. બિહાર ચૂંટણીમાં જેમ નેતાઓ પગે લાગે તેમ ડાંગમાં દ્રષ્યો જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, ભાજપે પોતાના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement