શોધખોળ કરો

CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ શાસન પૂર્તિએ વિકાસ પ્રદર્શની યોજાઈ.
  • મુખ્યમંત્રીએ મોદીના વૈશ્વિક નેતૃત્વ, વિકાસની રાજનીતિને બિરદાવી.
  • જન કલ્યાણકારી યોજનાઓ, માળખાકીય સુવિધાઓનો વ્યાપક વિકાસ થયો.
  • નાયબ મુખ્યમંત્રીએ મોદીના શાસનને દેશ માટે વરદાન ગણાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો મીડિયા સંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વિષયો પર રંગોળી દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં હાલ વિકાસની રાજનીતિનો એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે આજે સમગ્ર વિશ્વમાં ભારતને એક નવું અને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. પ્રજા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો છે. નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા  બન્યા છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દેશ માટે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો રહ્યા છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે અને તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી છે. તેમણે જણાવ્યું કે દુનિયાના 32 દેશોએ નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે. લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાના મામલે પણ નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ તરીકે ઉભરી આવી છે અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને કારણે દેશમાં દર મહિને 66 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવી કામગીરીઓ દ્વારા સમગ્ર વિશ્વે નવા ભારતની શક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય મેળવ્યો છે. જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડથી વધુ ગરીબ લોકોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને આવાસ મળ્યા છે અને 56 કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 32 કરોડથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન તેમજ નારી શક્તિ વંદના અધિનિયમ દ્વારા રાજકીય ક્ષેત્રમાં 33 ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
 
આદિજાતિ વિકાસ, શિક્ષણ અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાબાસાહેબ આંબેડકરના બંધારણીય યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. બાબાસાહેબ સાથે સંકળાયેલા પાંચ મુખ્ય સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આદિજાતિ સમાજના શિક્ષણ અને વિકાસમાં પણ મોટા પાયે પરિવર્તન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું.
 
ખેડૂતોના કલ્યાણ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન અન્નદાતાઓના ઉત્થાન માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને દેશભરમાં 18 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે વર્ષ 2014 પછી દેશની રાજનીતિની દિશા અને વિકાસનો અભિગમ બંને બદલાયા છે. પરિવહન અને શહેરી વિકાસ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દેશમાં 1.46 લાખ કિલોમીટરથી વધુ પાકા રસ્તાઓ બન્યા છે. સાથે જ દેશના 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે, જેના કારણે શહેરી પરિવહનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
 
તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યકાળને બિરદાવતા નિવેદન આપ્યું કે, દેશના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત થયો છે, જે માત્ર વડાપ્રધાનનો જ નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ગર્વ છે. તેમના શાસનના આ 12 વર્ષ દેશના દરેક નાગરિક માટે વરદાન સાબિત થયા છે. 

Frequently Asked Questions

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કયા પ્રસંગે મીડિયા સંવાદ યોજાયો હતો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મીડિયા સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદર્શની અને રંગોળીનું પણ આયોજન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી ભારતને વૈશ્વિક સ્તરે શું ઓળખ મળી છે?

તેમની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે ભારતે વિશ્વમાં નવું અને ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. 32 દેશોએ તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે અને તેમણે લાંબા સેવાકાળનો નહેરુનો રેકોર્ડ પણ તોડ્યો છે.

વડાપ્રધાન મોદીના શાસનમાં કઈ મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, 56 કરોડ જનધન ખાતા, ઉજ્જવલા યોજના અને નારી શક્તિ વંદના અધિનિયમ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરાયો હતો.

વડાપ્રધાનના શાસનમાં આર્થિક અને માળખાકીય સુવિધાઓમાં કયા વિકાસ કાર્યો થયા છે?

ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બન્યું છે અને દર મહિને 66 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. દેશમાં 1.46 લાખ કિમીથી વધુ પાકા રસ્તાઓ બન્યા છે અને 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget