Gandhinagar: સીએમ ભુપેન્દ્ર પટેલ બે દિવસ દિલ્લી દરબારમાં, જાણો કેમ ખાસ છે આ પ્રવાસ
ગાંધીનગર: આવતીકાલ એટલે કે 24 જુલાઈથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીના બે દિવસના પ્રવાસે જશે. આગામી ૨૪ અને ૨૫ જૂલાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્લીના પ્રવાસે રહેશે.
ગાંધીનગર: આવતીકાલ એટલે કે 24 જુલાઈથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીના બે દિવસના પ્રવાસે જશે. આગામી ૨૪ અને ૨૫ જૂલાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્લીના પ્રવાસે રહેશે. તેમના દિલ્લી પ્રવાસની વિગતે વાત કરીએ તો રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીના કોંકલેવમાં તેઓ ભાગ લેશે. દિલ્લીમાં ગુજરાત ભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ૨૫ જૂલાઈ સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથવિધિ સમારોહમાં ભાગ લેશે. મુખ્યમંત્રીના દિલ્લી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ તથા ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે ચૂંટણી લક્ષી ઔપચારિક ચર્ચા થઈ શકે છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર
ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.
તો બપોરે 2 વાગ્યે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તે પછી માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. આ સાથે માણસા નગરપાલિકાના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ પણ કરશે. તો બપોરે પોણા ચાર વાગ્યે માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. તો રવિવારે અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
તે સિવાય અમિત શાહ ગાંધીનગરમાં VISWASમાં પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના સ્ટેટ લેવલ કમાન્ડ અને કંન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ધાટન પણ કરશે. ગાંધીનગરમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેઓ માણસાની મુલાકાત કરશે જ્યાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.