શોધખોળ કરો
ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ?
રાજ્ય સરકાર લોક ડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે.
![ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ? Gujarat CM Rupani clarification on rumour of re-lockdown in Gujarat ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/11191505/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ લોકડાઉનની અફવા મુદે મુખ્યમંત્રી રૂપાણીએ ફરી એક વખત સ્પષ્ટતા કરી છે. લોકડાઉન વધવા મુદ્દે સોશિયલ મીડિયામાં ચાલતી અફવા મુદ્દે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોક ડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી, તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે.
વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે, 1 જૂનથી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ- ધંધા- રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે, ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)