(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 04 લોકો વેન્ટીલેટર પર છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 04 લોકો વેન્ટીલેટર પર છે. 304 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212540 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 જ્યારે વડોદરા જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
બીજી તરફ આજે 27 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચ્યો છે. આજે 2,60,440 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2616 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21616 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2451 ને રસીનો પ્રથમ જ્યારે 10931 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15947 ને પ્રિકોશન ડોઝ, જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 206879 ને પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,60,44 રસીના ડોઝ અપાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 10,51,54,419 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.