શોધખોળ કરો

Gujarat Corona Guideline : મુખ્યમંત્રી નિવાસ સ્થાને 6.30 કલાકે કોર કમિટીની બેઠક, નવી ગાઇડલાઇન અંગે લેવાશે નિર્ણય

થોડા સમય બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને 6.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કોર ટિમ બેઠકમાં કોરોના નિયંત્રણ અંગે ફેંસલો થશે.

ગાંધીનગરઃ થોડા સમય બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને 6.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કોર ટિમ બેઠકમાં કોરોના નિયંત્રણ અંગે ફેંસલો થશે. રાજ્યમાં નવી કોરોના ગાઈડ લાઈન અંગે લેવાશે નિર્ણય. કોર ટિમ બેઠક બાદ જાહેર થશે કોરોના ગાઈડ લાઈન. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક કેસો 20 હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં લોકડાઉનની માંગ ઉઠી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે લોકડાઉની માંગ કરી છે. આગામી 5 દિવસ સુધી કર્ફ્યૂ અથવા લોકડાઉન લગાવવાની સિદ્ધાર્થ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી કડક નિયંત્રણની માંગ કરી છે. વિકેન્ડની સાથે 26મી જાન્યુઆરી હોવાથી પાંચ દિવસની રજાની કોંગ્રેસે માંગ કરી છે. 

ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં વધુ નિયંત્રણ મુકવા કે નહીં તેના પર કોર કમિટીમાં વિસ્તૃત ચર્ચા થશે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો થશે કે નહીં તેના પર સૌની નજર છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ફેરફાર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 

24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. જેને કારણે નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  જોકે, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget