(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona : રાજ્યના આજે ફરીવાર કોરોના વાયરસના 600 નજીક નવા કેસ નોંધાયા, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
Gujarat Corona Update : રાજ્યમાં આજે નોંધાયેલા 580 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
Gujarat Corona Update : ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 30 જૂને રાજ્યમાં 547 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે 1 જુલાઈએ 632 કેસ નોંધાયા હતા તો આજે 2 જુલાઈએ ફરીવાર 600 નજીક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 1 જુલાઈએ કોરોના વાયરસના નવા 580 કેસ નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે નોંધાયેલા 580 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 229, સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 33, મહેસાણાના 29, વલસાડમાં 23, ગાંધીનગર શહેરમાં 20, કચ્છ-નવસારી-સુરત જિલ્લામાં 19, અને ભાવનગર શહેરમાં 11 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
391 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3478 થયા
રાજ્યમાં આજે 2 જુલાઈએ કોરોનાથી મુક્ત થઇને 391 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,18,817 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3478 થયા છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 3475 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
દેશમાં 17 હજારથી વધારે કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે 17 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17,092 નવા કેસ નોંધાયા છે અને 29 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ 1.09 લાખને પાર થયા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,09,568 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,168 થયો છે. અત્યાર સુધીમાં 4,28,51,590 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,84,80,015 થયો છે, જેમાંથી ગઈકાલે 9,09,776 ડોઝ આપવામાં આવ્યા હતા.