Gujarat Night Curfew : રૂપાણી સરકારે રાજ્યનાં ક્યાં 18 શહેરોમાં લંબાવ્યો રાત્રિ કરફ્યુ પણ સાથે સાથે આપી શું મોટી છૂટછાટ ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ અને ગાંધીધામ એમ કુલ મળીને 18 શહેરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમોનો અમલ 27 જૂનથી એટલે કે રવિવારથી થશે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતાં જ ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે હવે રાજ્યનાં 18 શહેરોમાં જ નાઈટ કરફ્યુનો અમલ કરાશે. આ પહેલાં કુલ 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લદાયો હતો. આ પૈકી 18 શહેરોમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લેવાયો છે જયારે 18 શહેરોમાં રાત્રી કરફ્યુના નિયંત્રણ યથાવત રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ અને ગાંધીધામ એમ કુલ મળીને 18 શહેરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમોનો અમલ 27 જૂનથી એટલે કે રવિવારથી થશે.
જે 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અણલ ચાલુ રહેશે તે શહેરોમાં પણ રાત્રિ કરફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ નિર્ણયના કારણે ધંધાર્થીઓને ભારે રાહત થશે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.
ગઈ કાલે રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 36 શહેરોમાંથી 18 શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તી આપી છે. જ્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે. આ નિયમોની અમલવારી આગામી તા. ૨૭ જૂનથી બે સપ્તાહ સુધી રહેશે.
આ કર્ફ્યૂવાળા શહેરોને લઈને રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફર્ફ્યુવાળા ૧૮ શહેરોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.